Get The App

ચાણસ્મા તાલુકા પંચાયતની 6 બેઠકોની પેટાચુંટણી યોજાશે

- 29મી ડિસેમ્બરે મતદાન

- લણવા, જિતોડા, કંબોઈ, ધીણોજ-૨, રણાસણ અને વડાવલી બેેઠક કબજે કરવા કોંગ્રેસ ભાજપ વચ્ચે ઘમાસાણ

Updated: Dec 9th, 2019

GS TEAM

Google News
Google News
ચાણસ્મા તાલુકા પંચાયતની 6 બેઠકોની પેટાચુંટણી યોજાશે 1 - image

ચાણસ્મા,તા. 08 ડીસેમ્બર 2019, રવિવાર

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં તાલુકા પંચાયતની ખાલી પડેલી છ બેઠકો માટે તા.૨૯મી ડીસેમ્બરના રોજ પેટા ચુંટણી યોજાશે. અને આ અંગેનુ જાહેરનામું ચુંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

ચાણસ્મા તાલુકા પંચાયતની લણવા, જિતોડા, કંબોઈ અને ધીણોજ-૨ સામાન્ય સ્ત્રી માટે તેમજ રણાસણ અને વડાવલીમાં બિન અનામત સામાન્ય બેઠક માટે પેટાચુંટણી યોજાશે. તાલુકા પંચાયતમાં હાલમાં કોંગ્રેસ પક્ષ પાસે સભાનુ સુકાન છે. તાલુકા પંચાયતના છ સભ્યોએ બીજી ટર્મ માટે પ્રમુખની યોજાનાર ચુંટણી દરમિયાન પક્ષના મેન્ડેડનો અનાદર કરી જન મોરચાના નામે નવાપક્ષની રચના કરી પ્રમુખ પદ માટે ઉમેદવારી નોધાવી હતી. અને આ મામલો પક્ષાંતર ધારા હેઠળ થયેલ કેસ ચાલી જતાં તમામ છ સભ્યોને ગેરલાયક ઠેરવતાં આ બેઠકની પેટાચુંટણી યોજાવા જઈ રહી છે.

ચુંટણીપંચના જાહેરનામા મુજબ તા.૯-૧૨-૧૯ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ૧૪ ડિસેમ્બર સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. ૧૬મીના રોજ ચકાસણી તથા ફોર્મ પરત ખેંચવાની તારીખ ૧૭મી છે. તથા તા.૨૭-૧૨-૧૯ના રોજ મતદાન સવારે ૮ થી ૫ દરમિયાન તેમજ તા.૩૧-૧૨-૧૯ના રોજ મતગણતરી થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાં આચાર સંહિતા અમલમાં આવે છે. તાલુકા પંચાયતની મુદત ડીસેમ્બર ૨૦૧૦માં પુરી થનાર છે. ત્યારે માત્ર એક જ વર્ષના સમયગાળા માટે પેટા ચુંટણી યોજાતા રાજકીય પક્ષમાં ઉત્તેજના જોવા મળતી નથી.

Tags :