સિધ્ધપુરના લવારા ગામે હોમ લોનના ફોર્મમાં સહિ-સિકકા મુદ્દે અથડામણ : 12 ઇજાગ્રસ્ત
બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી
ધારીયુ, લાકડી, ધોકા, ટોમી લોખંડની પાઈપની સામ સામ ઉછળ્યા
સિધ્ધપુર,
તા.22 નવેમ્બર, 2018, ગુરૃવાર
સિધ્ધપુરના લવારા ગામે હોમલોન લેવા મામલે સહી સિકકા કરવાના મામલે
ગામના યુવકને સરપંચ તેના દીકરા દ્વારા માર માર્યો હતો. જેમાં મામલો ઉગ્ર બનતા યુવક
અને સરપંચના જુથો વચ્ચે લાકડી,
ધોકા, ધારીયુ જેવા
હથિયારો ધરણ કરી હુમલો કર્યો હતો અને ૧૨ શખ્સો
ઇજાગ્રસ્તો થયા હતા.
બંને પક્ષે સામ સામી ફરીયાદ નોંધાવી હતી.
સિધ્ધપુરના લવારા ગામે રહેતા કિરણજી કાન્તીજીનાઓ તથા તેમના પિતા
હોમલોન કરાવવાની હોવાથી એક ફોર્મમાં સરપંચના
સહી સિકકાની જરૃર હોવાથી તેમના ગામના સરપંચ
ઉદેસીહ પચાણજીને સહી સીકકા કરવાનુ કહેતા તેઓ ઉશ્કેરાઈ જઈ સરપંચ તથા તેમના દીકરા અને
અન્ય સભ્યો દ્વારા માર મારવામાં આવતા તે ગામના બંનેના સાથી પક્ષો દ્વારા સામ સામે આવી
જઈ જુથ અથડામણ થતા સામ સામે ર૪ વિરૃધ્ધ ફરિયાદ નોંધાતા કાકોશી પોલીસે વધુ તપાસ હાથ
ધરેલ છે.
જયારે સામાપક્ષે લવારા ગામના સરપંચના દિકરા ભરતસિહ ઉદેસિહ ઠાકોરની ફરીયાદ મુજબ તેઓ લવારા ખાતે પરત આવતા હતા તે દરમિયાન ગામના કાન્તીજી ચતુરજી ઠાકોરનો ફોન આવેલ કે તમમે બાંધકામની પરવાનગી ચીઠ્ઠી મને આપતા નથી તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા.
ત્યારબાદ ભરતસિહ કામ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં ચામુડા મંદીર પાસે આ ઠાકોર
કાંતીજી હાથમાં ધારીયુ લઈ તથા બીજા સભ્યો આવી જઈ માર મારતા ભરતસિહે તેમના વિરૃધ્ધ ગુનો
નોંધાવ્યો હતો.