સિધ્ધપુરઃ મેત્રાણાના બાળકનું રમતી વેળાએ તળાવમાં પડવાથી મોત
- ગ્રામજનો અને ફાયર ફાયટરની ટીમ દોડી આવી: લાશ બહાર કાઢી
સિધ્ધપુર,તા.7
સિદ્ધપુરનાં મેત્રાણા ગામે આવેલા આબાદપુરાના તળાવમાં એક ૯ વર્ષિય
બાળકનું ડૂબી જવાથી મોત નિપજયું હતું.જેની જાણ થતાં પરીવાર અને ગ્રમજનો દોડી આવ્યા
હતા.ત્યારબાદ ફાયર ફાયટરની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી હતી.
મેત્રાણા ગામના આબાદપુરાના તળાવ નજીક દિવાન ઠાકોરનો ૯ વષનો
પુત્ર દિપક રમતા રમતા અચાનક તળાવમાં પડી જતા પાણીમાં ગરકાવ થતાં મોત નીપજિયું
હતું. ફાયર ફાઈટરની ટીમે તેના મૃતદેહને બહાર કાઢયો હતો. આ બનાવની જાણ
ગ્રામજનો અને પરિવારને થતાં તેઓ ઘટનાસ્થળે
દોડી આવ્યા હતા.પોલીસે
બાળકના મૃતદેહનો પીએમ કરાવી લાશ વાલી વારસોને સોંપી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ
ધરી છે.