Get The App

સિધ્ધપુર સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓની બીજા દિવસે પણ નારેબાજી

- આચાર્યને હટાઓ, કોલેજ બચાવો ના પોસ્ટરો લાગ્યા, વિદ્યાર્થીઓમાં જબરો રોષ

Updated: Nov 20th, 2019

GS TEAM

Google News
Google News
સિધ્ધપુર સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓની બીજા દિવસે પણ નારેબાજી 1 - image

સિધ્ધપુર, તા. 19 નવેમ્બર 2019, મંગળવાર

સિધ્ધપુરમાં આવેલ નર્સિંગ કોલેજમાં આચાર્યએ દાદાગીરી અને પોતાની મનમાનીથી કંટાળેલા વિદ્યાર્થીઓએ બીજા દિવસે પણ કોલેજની બહાર આચાર્ય વિરુધ્ધ નારેબાજી અને પોસ્ટરો સાથે બેસી રહ્યા હતા. જેમાં પોસ્ટરોમાં લખ્યું હતું કે આચાર્યને હટાઓકોલેજને બચાવો, તાનાશાહી નહીં ચલેગી જેવા પોસ્ટરો લાગ્યા હતા. જ્યારે બધા વિદ્યાર્થીઓ આચાર્યને હટાવવા માટે અડગ રહ્યા હતા પરંતુ આજે પણ આચાર્ય કોલેજમાં પગ મુકવાનું પણ સમય ન હોવાથી ફરક્યા પણ ન હતા.

સિધ્ધપુર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ આચાર્ય વિરુધ્ધ આક્રોશ સાથે બીજા દિવસે પણ કોલેજની બહાર નારેબાજી કરી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેમજ આજરોજ ગુજરાત  નર્સિંગ યુનિયનના લોકો પણ સિધ્ધપુર નર્સિંગ કોલેજ આવીને તેમને સાથ, સહકાર આપવાની વાત કરી લેખિત પણ આપ્યુ ંહતું. જ્યારે કોલેજની બહાર આચાર્ય વિરુધ્ધ પોસ્ટરોમાં આચાર્ય હટાવો, કોલેજ બચાવો જેવા પોસ્ટરો લગાવીને આચાર્યને હટાવવા માટે વિદ્યાર્થીઓ અડગ રહ્યા હતા પરંતુ  આચાર્યને કોઈ જ પડી ન હોય તેમ તે આજે પણ કોલેજમાં ફરક્યા પણ ન હતા. જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો.

Tags :