સિધ્ધપુર તાલુકાની અનાથ સગીરાને ગર્ભવતી બનાવી દીધી : ડીલીવરીમાં મૃત બાળકનો જન્મ
ગામના લોકોએ આવું કૃત્ય કરનારા સામે કડક પગલાં ભરવા જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત
સિધ્ધપુર,
તા. 1 જાન્યુઆરી, 2019, મંગળવાર
સિધ્ધપુર તાલુકાના એક ગામની અનાથ સગીરાને ગર્ભવતી બનાવ્યાનો ધૃણાસ્પદ બનાવ બન્યો
છે. આ સગીરાને પોતે પણ ગર્ભવતી હોવાની વાતથી અજાણ હતી. જ્યારે તેણીએ પેટમાં દુખાવાની
ફરિયાદ કરતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં પેટમાંથી સાત માસના ગર્ભને બહાર કઢાયો
હતો. બાળક મૃત જન્મ્યો હતો. આ બનાવ બાદ ગામ લોકોએ એસપીને ઉગ્ર રજુઆત કરી આરોપીને પકડવા
લેખિત માંગ કરી છે.
ધૃણાસ્પદ બનાવની વધુ વિગત મુજબ સિધ્ધપુરના એક ગામમાં સગીરો ગત તા. ૨૭ ડિસેમ્બરના રોજ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં જેથી તેણીના પરિવારજનોએ સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તેણીનું ચેકઅપ થતા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.
આ વાતની જાણ થતા સગીરાના પરિવારજનોના પગ નીચેથી જમીન પણ સરકી ગઈ હતી. બાદમાં તબીબે બે સગીરાની ડીલીવરી કરી હતી. જેમાં સાત માસના મૃત બાળકનો જન્મ થયો હતો. આ વાતથી સગીરા પોતે પણ અજાણ હતી.
ઘટના બાદ ગામ લોકો એકઠા થઈ ગયા હતા. આજે ગામની અમન કમિટીના
સભ્યો જિલ્લા પોલીસવડાને રૃબરૃ લેખિત રજુઆત કરી હતી. જેમાં આ કૃત્ય કરનારને ઝડપથી પકડી
જેલભેગો કરવાની માંગ કરાી હતી. સગીરા હજુ હોસ્પિટલમા ંહોવાથી પોલીસે પ્રાથમિક તપાસ
ચાલુ કરી છે.