Get The App

રાધનપુરઃ ગ્રામ રક્ષકદળના જવાનને બે યુવકોએ દોડાવી દોડાવીને માર્યો

- રાધનપુર-વારાહી હાઈ-વે પર બનેલો બનાવ

- સમીર ઘાંચી નામના યુવકે અન્ય સાથે મળી જવાનની લાકડી વડે માર્યોઃ ગંભીર ઘાયલ જવાનને ધારપુર ખસેડાયો

Updated: Apr 9th, 2020

GS TEAM

Google News
Google News
રાધનપુરઃ ગ્રામ રક્ષકદળના જવાનને બે યુવકોએ દોડાવી દોડાવીને માર્યો 1 - image

રાધનપુર, તા. 08 એપ્રિલ 2020, બુધવાર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા બંદોબસ્તમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળનો જવાન ફરજ પરથી પોતાના ઘેર જવા વાહનની રાહ જોઈને ઉભો હતો ત્યારે અચાનક આવેલા લઘુમતી યુવાને અહીં પોલીસની વર્ધીમાં કેમ ઉભો છે તેમ કહી જવાન ઉપર હીચકારો હુમલો કર્યો હતો. હુમલાખોરથી બચવા જવાન દોડી જતા હુમલાખોરનો સાગરીત બાઈક લઈને આવતા બંને જણાએ જવાનનો પીછો કરી લાકડી વડે ઢોર માર મારી ફરાર થઈ ગયા હતા. ઘાયલ થયેલ જવાનને સારવારઅર્થે દવાખાનામાં લાવી હુમલાખોરોની પોલીસે તપાસ હાથ ધરી હતી.

રાધનપુર તાલુકાના કમાલપુર(સાતુન) ગામના બળદેવભાઈ વાલભાઈ પ્રજાપતિ ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવે છે. તા. ૭મી એપ્રિલના રોજ જલારામ સોસાયટીના નાકે કોરોના વાયરસ લગત બંદોબસ્તમાં સવારે સાત વાગ્યેથી પોતાની ફરજ પર આવ્યો હતો અને સાંજે રાધનપુર સરકારી દવાખાનામાં હેલ્થચેકઅપ કરાવીને ખાખી વર્ધી ધારણ કરેલ જી.આર.ડી. જવાન પોતાના ગામ કમાલપુર જવા રાધનપુર, વારાહી હાઈવે પર આવેલ શાંતિધામ પુલ નીચે વાહનની રાહ જોઈને ઉભો હતો ત્યારે રાધનપુરના જેઠાસર બાજુથી સમીર ઘાંચી નામનો યુવાન ચાલતો આવ્યો હતો અને પોલીસની વર્ધીમાં અહીં શા માટે આવ્યો છે મારે અહીં પોલીસ જોઈએ નહીં તેમ કહી જી.આર.ડી. જવાનના હાથમાં રહેલ  લાઠી ઝુંટવીને હુમલો કર્યો હતો. 

બંને હુમલાખોરોથી બચવા જીઆરડી જવાને તાકાત લગાવીને ઉભા થઈ દોટ મુકી હતી. પરંતુ હુમલાખોરોએ દોતા જવાનનો પીછો કરીને લાકડીઓ વડે માર મારતા પરી જવાન રોડ ઉપર પડી ગયો હતો અને બુમાબુમ કરતા કમલાસેવા સદનના ચોકીદાર દોડી આવેલા અને બંને હુમલાખોરોની ચુંગાલમાંથી જીઆરડી જવાને છોડાવ્યો હતો.  જીઆરડી જવાનને હુમલામાં ગંભીર ઈજાઓ જણાતા વધુ સારવારઅર્થે ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યો હતો. 

Tags :