રાધનપુર -સાંતલપુર પંથકના છેવાડાના ગામોને પાણી ન પહોંચતા મુખ્યમંત્રીને રજૂઆત
-દુષ્કાળગ્રસ્ત વિસ્તારની કફોડી સ્થિતિ
ઉણથી રાધનપુર સુધી પાણીની લાઇન પંકચર કરી અને ટેન્કરો દ્વારા પાણી ચોરી થતી હોવાની રજૂઆત
રાધનપુર,
તા.૬ નવેમ્બર, ૨૦૧૮, મંગળવાર
રાધનપુર-સાંતલપુર પંથકમાં પાણી પુરવઠા દ્વારા લોકોને પીવા માટે
આપવામાં આવતુ પાણી લોકો સુધી ના પહોચતુ હોવાનુ અને આ પાણીનો કાળો કારોબાર ચાલતો હાવા અંગે તપાસ
કરાવી જવાબદારો સામે પગલા ભરવા સાંતલપુર તાલુકાના એક આગેવાને રાજયના મુખ્યમમંત્રીને
લેખીત રજુઆત કરી હતી.
સાંતલપુર તાલુકાના પરસુન્દગામના ઠાકોર નરસંગભાઈ બીજલભાઈએ તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીને
કરેલ લેખીત રજુઆતમાં જણાવ્યા અનુસાર પાટણ જિલ્લાના છેવાડે આવેલા રાધનપુર-સાંતલપુર તાલુકામાં
વરસાદ ઓછો પડવાને કારણે લોકોને પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થવા પામી છે.
આ બંને તાલુકાને પીવાના પાણી માટે નેધરલેન્ડ યોજના તળે પાણીની પાઈપ લાઈન દ્વારા પાણી આપવામાં આવે છે. પરંતુ પાઈપ લાઈન દ્વારા ગામોને અનીયમીત પાણી મળે છે. જયારે અરજદારે જાતે રાણકપુર ખાતે આવેલ પાણી પુરવઠા ખાતે તપાસ કરતા પાણીનો પ્રવાહ ચોવીસ કલાક ચાલુ હોય છે.
પરંતુ ગામડામાં પાણી પહોંચતુ ન હોવાની અરજદારે રજુઆત કરી હતી. છેવાડાના લોકો માટે આપવામાં આવતુ પાણી પાણી પુરવઠાના અધીકારીઓની રહેમ નજર તળે ગેરકાયદેસર વેચાતુ હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો.
જેમાં ઉણથી રાધનપુર સુધી પાણીની પાઈપ લાઈનમાં પંકચર કરી અધીકારીઓના મળતીયા ખેતરોમાં પિયત કરવામાં આવે છે. તેમજ હાઈવે પરની મોટાભાગની હોટલોમાં ગેરકયદેસર કનેકશનો દ્વારા પાણીની ચોરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો છે.
જયારે
રાધનપુર વાહારી રોડ પર આવેલા ભીલોટ ત્રણ રસ્તાથી આગળ પાણીપુરવઠાની પાઈપ લાઈનમાંથી પાણી
ચોરી કરી ટેન્કરો દ્વારા કરાઇ રહી હોવાની પણ
રજૂઆત કરાઇ છે.
તેમજ રાધનપુરમાં ચાલતા મીનરલ વોટરના પ્લાન્ટોવાળા પણ ગેરકાયદેસર પાણીની ચોરી કરી વેચતા હોવાનુ અરજદારે રજુઆતમાં જણાવ્યુ છે. લોકો માટે આપવામાં આવતુ પીવાનુ પાણી પાણી પુરવઠાના અધીકારીઓની રહે નજર તળે વેચવામાં આવતુ હોવાનો આક્ષેપ અરજદારે કર્યો હતો.
તેઓએ રાધનપુર ખાતે આવેલ પાણી પુરવઠા કચેરીમાં આ બાબતે રજુઆત કરી હોવા
છતાં અધિકારીઓ કોઈ જ પગલા ના ભરતા અરજદારે મુખ્યમમંત્રીને રજુઆત કરી હોવાનુ જણાવ્યુ
હતુ. આ બાબતે યોગ્ય તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી કરવા અરજદારે માંગ કરી હતી.