Get The App

રાધનપુરના ગોતરકા ગામના શહીદ જવાનની અંતિમ યાત્રામાં લોકો ઉમટયાં

- રાધનપુર હાઇવેથી ગોતરકાગામ સુંધી દેશ ભક્તિના ગીતો સાથે રેલી નીકળી

Updated: Dec 6th, 2021

GS TEAM

Google News
Google News
રાધનપુરના ગોતરકા ગામના શહીદ જવાનની અંતિમ યાત્રામાં લોકો ઉમટયાં 1 - image

રાધનપુર તા.5

ભારતીય આર્મીમાં જવાન તરીકે ફરજ બજાવતો રાધનપુર તાલુકાના ગોતરકા ગામના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં શોક ફેલાયો હતો. તઓેની અંતિમ યાત્રમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા.

રાધનપુર તાલુકાના ગોતરકા ગામના લાલાભાઇ હીરાભાઈ રબારી ૪૯૬ એએસપી બટાલિયન માં લાન્સ નાયક તરીકે જેસલમેર ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન બીમાર પડતા તેઓને મુંબઈ ખાતે આવેલ અશ્વિની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા સારવાર દરમિયાન  મૃત્યું થયું હતું.. સ્વર્ગસ્થ  લાન્સ નાયક લાલાભાઇની અંતિમયાત્રા રાધનપુર હાઇવે પરથી નીકળતા  યુવાનો દ્વાર  ગોતરકા ગામ સુંધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વીર શહીદ લાલાભાઇ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા. દેશભક્તિના ગીતો સાથે માર્ગ પર નીકળેલ શાહિદની અંતિમયાત્રા પર લોકોએ ફૂલો વરસાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Tags :