પાટણ મામલતદાર કચેરીમાં પ્રવેશ માટે નોંધણી કરવી પડશે
-મામલતદાર કચેરીમાં સીસીટીવી કેમેરા જ નથી
-એજન્ટો માટે બે રોકટોક આવન જાવન, વહીવટી તંત્રની બેધારી નિતીથી ચર્ચાસ્પદ બની
પાટણ,
તા.14 નવેમ્બર, 2018, બુધવાર
પાટણ મામલતદાર કચેરીમાં પ્રવેશ મેળવનારાઓને હવે ચોપડામાં એન્ટ્રી કરીને અંદર દાખલ થવા માટે નવો નિયમ આવતા આશ્ચર્ય થયુ છે.મામલતદાર કચેરીના પાછળના ભાગેથી પણ અરજદારો અને મુલાકાતીઓ પ્રવેશ કરે છે. ત્યારે તેમની નોધણી કેમ થતી નથી. જિલલામાં આ એક જ કચેરી એવી છે કે જેમાં પ્રવેશતા જ નામ નોંધાવવુ પડે છે.
અહી રોજના હજારોની સંખ્યામાં મુલાકાતીઓ અને અરજદારો આવતા હોય છે અને કયા વિભાગમાં કોને મળવુ, કેમ મળવુ, શા માટે મળવુ તે ગોપનીયતાનો ભંગ થાય તેમ છે.
બીજી બાજુ મામલતદાર કચેરીમાં
એજન્ટો માટે બે રોકટોક આવન જાવન ચાલી રહી છે. આમ તંત્રની દુગ્ગલ નીતી ચર્ચાસ્પદ બની
છે. જાહેર સ્થળો પર લોકોની આવન જાવન સહેલાઈથી
થઈ શકે તેની જગ્યાએ અવઢવમાં મુકાયા છે.
પાટણ કલેકટર કચેરી જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં આવી વ્યવસ્થા નથી માત્ર અહી પાટણ મામલતદાર કચેરીમાં જ કેમ આવી પધ્ધતિ અપનાવી છે.