પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ વચ્ચે ગજગ્રાહ
- જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચોએ ગ્રાન્ટ મુદ્દે રજુઆત કરતા પ્રમુખ લડી લેવાના મુડમાં
પાટણ, તા. 10 જાન્યુઆરી 2020, શુક્રવાર
પાટણ જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાથે વિવિધ મુદ્દ ેપ્રવર્તતી નારાજગીને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ ટુંક સમયમાં ડીડીઓ સાથે બાંયો ચડાવવાના લડાયક મુડમાં હોવાનું ચર્ચાઈ રહ્યુ ંછે.
જિલ્લામાં પંચાયતના અંતરંગ આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી અને ચર્ચાઓ મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ તેમજ કેટલાક સદસ્યો ડીડીઓ તરીકે ડી. કે. પારેખની કાર્ય પધ્ધતિને નકારાત્મક ગણાવીને તેમનાથી નારાજ બન્યા છે. જિલ્લા પંચાયત સદસ્યો અને ગ્રામ પંચાયતોના સરપંચોની રજુઆતને લઈને આ નારાજગી બાબતે પ્રમુખ રોષે ભરાયા હોવાનું અને આગામી દિવસોમાં ડીડીઓ સામે ઉગ્ર વલણ દાખવે તેવી શક્યતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કહે છે કે જિલ્લામાં રેતી કંકણની ગ્રાન્ટોમાંથી જી.પં.ના ચુંટાયેલા સદસ્યોની અમુક ચોક્કસ રકમની ગ્રાન્ટ ફાળવવા સામાન્ય સભામાં ચર્ચા બાદ ા અંગેની સત્તા ડીડીઓને સોંપવામાં આવી હતી. આ ગ્રાન્ટમાં દરેક સદસ્યો તેમના વિસ્તારના વિકાસ કામો માટે ભલામમ કરે તેવા કામો કરવા વિચારાયું હતુ ંપરંતુ ડીડીઓ આવા કામો માટે ગ્રાન્ટ ફાળવવાની બાબતમાં ઠાગાઠૈયા અને આનાકાની કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ બાબતે આગામી દિવસોમાં સરપંચોના ધાડેધાડા પાટણ જિલ્લા પંચાયત ખાતે ઉમટી પડે અને ડીડીો સામે મોરચો માંડે તેવી પણ શક્યતા હોવાનું મનાઈ રહ્યું છે.