પાટણ, તા.૧પ જાન્યુઆરી, ૨૦૧૯, મંગળવાર
હારીજ નજીક કુરેજામાં સવારના સમયે એક કાર ખાબકી હતી. આ મામલે
જાણ હારીજ વહીવટી તંત્રને કરાતા પોલીસ મામલતદાર, ટીડીઓ સહિત હારીજ પાટણની ફાયરબ્રીગેડની ટીમ પહોચી હતી અને પરિસ્થિતિનો
તાગ મેળવ્યો હતો. બીજી બાજુ ગ્રામજનોની મદદથી શોધખોળ શરૃ કરાઈ છે જો કે સાંજ સુધી કાર
હાથમાં લાગી નથી.
જો કે આ ઘટના સવારે ૯ વાગે બની હતી સાંજ સુધી તંત્રને સફળતા
મળી નથી. આ બાબતે નજરે જોનારાઓએ આ ગાડી કેનાલમાં પડી હોવાનુ સમર્થન આપેલુ હતુ. ત્યારે
આ ઘટનાની જાણ આજુબાજુના ગામડાઓમાં થતા લોકો ઘટના સ્થળે આવ્યા હતા. ગામના પોપટજી ઠાકોરે
જણાવેલ કે કાર ડુબી છે તે રાવીન્દ્રાનો વ્યક્તિ છે અને અમારા સગામાં છે.
પ્રાન્ત અધીકારી એસ.ડી. ગિલવા એ ઘટના સ્થળે પહોચ્યા બાદ તેમણે
અમદાવાદ રેસ્કયુ ટીમની મદદ માંગી છે. ત્યારે અમદાવાદથી અહી આવતા ૩ કલાક લાગશે તેમ હાવાથી કદાચ સાંજ પડી શકે તેમ છે. હાલનો સ્થાનિક લોકો પ્રયત્નો
કરી રહ્યા છે. ડ્રાઈવર ડુબ્યો હોવાની આશંકા જો કે કારમાં સવાર કેટલા છે તે જાણી શકાયુ
નથી.


