સિધ્ધપુરના કાત્યોકના મેળામાં ત્રીજા દિવસે ઉમટેલો માનવમહેરામણ
- સરસ્વતી, ગંગા, યમુનાનો ત્રિવેણી સંગમની લોકવાયકા
- સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા , વિદેશીઓ પણ દેખાયા
સિદ્ધપુર,તા. 13
નવેમ્બર 2019, બુધવાર
ભારતભરના પ્રખ્યાત ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે
ભરાતા લોકમેળો ભાતીગળ મેળામાં દૂરદૂરથી લોકો આ મેળાનો નજારો લ્હાવો લેવા ઉમટી પડે
છે. આ સાત દિવસના પરંપરાગત રીતે ભરાતા કાત્યોકના મેળામાં લાખો લોકો ઉમટી મેળાનો
લાભ લીધો હતો. જ્યારે કારતક પૂર્ણિમાએ સરસ્વતી નદીમાં ગંગા, યમુનાનો સંગમ
રચાતા ત્રિવેણી સંગમની લોકવાયકા છે. જેમાં પરંપરાગત લોકમેળો ભરાય છે.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના પ્રખ્યાત તીર્થ માતૃતર્પણ
ભૂમિ તરીકે પ્રસિદ્ધ બનેલા સિદ્ધપુર ખાતે કાત્યોકનો મેળો તેની પૌરાણીક મહત્વ અને ગરવી
પરંપરાઓ માટે અવશ્ય સોભવંતો બની રહ્યો છે. પરંપરાગત આ ભાતીગળ મેળામાં રંગબેરંગી ગ્રામ્ય
પોશાકની સંસ્કૃતિની ઝલક દેખાય છે. આ મેળામાં ચૌદસની રાત્રિથી પ્રવાહ શરૃ થયો હતો. આ
મેળામાં પોતાના પિતૃદેવોનુ તર્પણ અને મોક્ષ માટે આવી સરસ્વતી નદીમાં સન્માન કરી ધન્યતા
અનુભવે છે. આ મેળામાં ગત વર્ષ કરતા અને મંદિની અસર જોવા મળતા ઓછી સંખ્યામાં લોકો આવી
રહ્યા છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે આ સિદ્ધપુરની મહિમાવત ગરિમાને
લઈને દેશ-વિદેશથી હજારો યાત્રિકો અહીં આવે છે. કાત્યોકનો મેળો વિશેષ ભાત ઉપસાવી રહ્યો
છે. અર્પણ, તર્પણ અને
સમર્પણ ત્રિવેણી સંગમ સમાન આ લોકમેળામાં હકડેઠઠ શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે.
ઉપરાંત મેળાના સ્થળે અને મંદિરોમાં રંગબેરંગી રોશની કરવામાં આવતા આકર્ષણ ઉભુ થયું હતું.
પાથરણાવાળાઓનું બજાર આકર્ષણ
સિદ્ધપુરના આ પ્રખ્યાત મેળામાં આખા ગુજરાતભરમાંથી પાથરણાવાળા
પોતાની રોજી-રોટી કમાવવા માટે આવે છે અને ખૂબ જ સસ્તા ભાવે જુના વસ્ત્રોનું વેચાણ ભરાય
છે. જેમાં ૫૦ રૃપિયાથી ૨૦૦ રૃપિયા સુધી વેચાણ થાય છે.આ લોકમેળામાં આવી પહોંચી બજારના
ટાવરથી લગાવી જામ્પલીપોળ બજાર સહિત અફીણગેટ બજારમાં જુના વસ્ત્રો અને દરેક પ્રકારની
સસ્તી ચીજવસ્તુઓથી પાથરણાવાળાઓની લાઈનો જોવા મળતા લોકો ખરીદી કરવા આવી પહોંચ્યા હતા.