Updated: Jul 7th, 2022
રાધનપુર,તા.06
રાધનપુર નગરમાં ચોમાસા અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે ની
યોગ્ય વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ સાંપ્રત વર્ષે
નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા સામાન્ય
વરસાદમાં જાહેર માર્ગ પર પાણી ભરાતા અહી આવેલ સોસાયટીના રહીશોએ પાલિકાના સત્તાધીશો
સામે રોષ વ્યક્ત કર્યો હતો.
રાધનપુરના મસાલી રોડ પર છેલ્લા ચારેક દિવસથી વરસાદી પાણી ભરાવાને કારણે આ માર્ગ પર આવેલા દસથી વધુ સોસાયટીના રહીશોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે અહીં રહેતા લોકોના જણાવ્યા મુજબ ચોમાસા પહેલા માર્ગની બંને સાઈડ બનાવેલ ગટરોની સફાઈ નગરપાલિકા દ્વારા કરાવવામાં આવેલ નથી જેને લઈને વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને જાહેર માર્ગ પર પાણી ભરાયું છે.
આ સમસ્યાના નિરાકરણ માટે છેલ્લા
બે વર્ષથી નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર જાણ કરવામાં આવે છે પરંતુ વિસ્તારના
લોકોની સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય
કામગીરી કરાવવામાં આવતી નથી જેને લઈને અહીં રહેતા લોકોને તકલીફો ભોગવી પડે
છે.જાહેર માર્ગ પર ભરાયેલ પાણીને કારણે મચ્છરો નો ઉપદ્રવ થતા વિસ્તારમાં રોગચાળો
ફેલાશે તેવો ભાઈ અહીં રહેતા લોકોને સતાવી રહ્યો છે.