app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

પાટણમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ માટે વેપારીઓને નોટીસ

- પ્લાસ્ટિકના વેપારીઓને પાલિકા દ્વારા નોટીસોની બજવણી કરાઇ

- સરકારી નિતી નિયમો વિરુધ્ધના પ્લાસ્ટીકનું વેચાણ કરનાર વેપારી સામે દંડનીય કાયવાહી હાથ ધરવામાં આવશે

Updated: Jul 14th, 2022

પાટણ તા.13

પાટણ શહેરનાં સિંગલ યુઝ પ્લાસ્ટીકની ચોક્કસ ભાવ કરતાં ઓછી માપની કોથળીઓ, થેલીઓ કે અન્ય ચિજવસ્તુઓનાં ઉત્પાદનને વેચાણ તથા ઉપયોગ ઉપર પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રતિબંધ મુકાયો હોવા છતાં આજે પણ પાટણમાં તેના વપરાશ જારી રહ્યો હોવાથી આખરે પાટણ નગરપાલિકા સફાળી જાગી છ.ે અને સરકારનાં આ પ્રતિબંધાત્મક આદેશોનું ચુસ્ત પણે પાલન થાય તે માટે તે ટુંક સમયમાં જ પાટણનાં પ્લાસ્ટીક ઉત્પાદકો, વપરાશકારો અને વેચાણકારો ઉપર પાલીકા ત્રાટકે તેવા સંજોગો ઉભા થયા છે.

સિંગલ યુઝ પ્લાસ્ટીક ૧ જુલાઇ ૨૦૨૨થી સંપૂર્ણ પ્રતિબંધિત કરેલ છે .જેમાં પ્લાસ્ટીક સ્ટિક સાથેના ઇયરબડ્સ, ફુગ્ગા માટે વપરાતી પ્લાસ્ટીક સ્ટિક્સ, પ્લાસ્ટીકના ઝંડાઓ, આઇસ્ક્રીમ અને કેન્ડી સ્ટિક, પ્લાસ્ટીકની પ્લેટ, ગ્લાસ અને પ્લાસ્ટીકના સ્ટરર, પ્લાસ્ટીકની  ચમચી તથા કાંટા ચમચી અને પ્લાસ્ટીકના ચાકુ, પ્લાસ્ટીકની સ્ટ્રો અને પ્લાસ્ટીકની ટ્રે નિયંત્રણ કાર્ડ તથા સિગરેટના પેકેટની આજુબાજુ પેક કરવા માટેની ફિલ્મો, ૧૦૦ માઇક્રોન કરતાં ઓછી જાડાઇના પીવીસી બેનર વિગેરે પ્રતિબંધિત પ્લાસ્ટીક હોઇ દુકાનદારો દ્વારા આવા પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવતું હોય તો નોટીસ મળેથી દિન-૩ માં બંધ કરવા સુચના આપવામાં આવી છે.

વધુમાં આ નોટીસ મળેની સમયમર્યાદા પૂર્ણ થયેથી પાટણ નગરપાલિકાદ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે .જેમાં નગરપાલિકાની ટીમને શહેરની દુકાન/હોટલ/રેસ્ટોરન્ટમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ થતો જોવા મળશે તો દંડકીય કાર્યવાહી કરી પ્રથમ વખત રૃ।.૧૦૦૦ ત્યારબાદ પણ આવા પ્લાસ્ટીકનું વેચાણ થતું જોવા મળશે તો રૃ ૫૦૦૦નો દંડ અને સરકારના નિયમો મુજબ તમારા વિરુધ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે એમ ચીફ ઓફીસરે જણાવ્યું હતું.

Gujarat