100 કરોડના ખર્ચે 10 એકરમાં તૈયાર થઈ રહેલું ઉત્તર ગુજરાતનું પ્રથમ સાયન્સ સિટી
- ગુજરાત સરકાર અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉપક્રમે અમદાવાદ બાદ
- ઓડિટોરીયમ ઓફિસ, સાયન્ટિફિક સિધ્ધાંતો, નવી ટેકનોલોજી, લાઈવ મોડલ, લાઈવ ડેમોસ્ટ્રેશન, થ્રી ડી ટેકનોલોજી, વર્ચ્યુઅલ આધારિત ટેકનોલોજી, ખેડૂતો માટે હાઈડ્રોયોનિકરણ ગેલેરી બનશે
પાટણ, તા. 28 ડિસેમ્બર 2019, શનિવાર
અમદાવાદના સાયન્સ સિટી જેવું અદ્યતન પ્રાદેશિક સાયન્સ
મ્યુઝિયમ પાટણમાં આકાર લઈ રહ્યું છે. જે આગામી એપ્રિલ માસ સુધીમાં તૈયાર થઈ જશે
અને લોકાર્પણ કરાશે. પાટણ નજીક હાઈવે પર સરસ્વતી તાલુકાની મામલતદાર કચેરીની સામેના
ભાગે, પ્રાથમિક શાળાની પાછળના ભાગે ૧૦ એકર જેટલી વિશાળ જમીનમાં
ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા માટેનું પ્રાદેશિક વિજ્ઞાાન મ્યુઝિયમ નિર્માણ પામી
રહ્યું છે.
આ અંગે માહિતી આપતા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુચિત
શાસ્ત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકાર અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉપક્રમે
પાટણ નજીક આ અદ્યતન અને ભવ્ય વિજ્ઞાાન મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે. જે ૭
માસમાં તૈયાર થઈ જશે. હાલમાં સિવિલ વર્કની ૮૫ ટકા જેટલી કામગીરી પુરી થઈ છે.
રૃા. ૮૪ કરોડના ખર્ચે બંધાઈ રહેલા આ મ્યુઝિયમમમાં અનેક
આકર્ષણો જોવા મળશે. પુરો પ્રોજેક્ટ અંદાજે રૃા. ૧૦૦ કરોડના ખર્ચે સંપન્ન થશે, જેમાં
કેટલીક વસ્તુઓ અને સાધનો બહારથી મંગાવવામાં આવશે.
વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્રે શોધ સંશોધનોને પ્રોત્સાહન
આપી બાળકોમાં વૈજ્ઞાાનિક અભિગમ વિકસે તેવા ઉદ્દેશ સાથે આ મ્યુઝિયમનું નિર્માણ
કરવામાં આવી રહ્યું છે. આ વિજ્ઞાાન મ્યુઝિયમમાં ડાયનાસોર ગેલેરી સૌનું આકર્ષણનું
કેન્દ્ર બની રહેશે. તે ઉપરાંત અહીં ઓડિટોરીયમ ઓફિસ, સાયન્ટિફિક
સિધ્ધાંતો, નવી ટેકનોલોજી, લાઈવ મોડલ,
લાઈવ ડેમોસ્ટ્રેશન, થ્રી ડી ટેકનોલોજી,
વર્ચ્યુઅલ આધારિત ટેકનોલોજી, ખેડૂતો માટે
હાઈડ્રોયોનિકરણ ગેલેરી વગેરે બનશે. આ ટેકનોલોજીમાં માટી વગર પાણીમાં પાક લેવાની
અને ખેતી કરવાની અદ્યતન પધ્ધતિનું આકર્ષણ ઉમેરાયું છે.
ડો. શાસ્ત્રીએ કહ્યું કે સાયન્ટિફીક અભિગમ ઈનોવેશનમાં
રૃપાંતરિત થાય અને ત્રણ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટનો વિકાસ નહિ બલ્કે ઈનોવેશનના
રૃપમાં તે થાય તે માટે સરકારની નવી સાયન્સ ટેકનોલોજી ઈનોવેશન પોલિસી ઓફ ગુજરાત
અંતર્ગત આ સમગ્ર પ્રોજેકટમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરાશે. વિકાસ ઈનોવેશન આધારિત
છે ત્યારે તેને અનુલક્ષીને આ વિજ્ઞાાન મ્યુઝિયમને વિકસાવવામાં આવી રહ્યું છે એમ
તેમણે ઉમેર્યું છે.
આ પ્રાદેશિક વિજ્ઞાાન મ્યુઝિયમ તૈયાર થઈ ગયા બાદ ઉત્તર
ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓના બાળકો આ સાયન્સ મ્યુઝિયમની
મુલાકાતે પાટણ આવશે. ગુજરાતમાં ભુજ, રાકોટ અને ભાવનગરમાં આવા
સાયન્સ મ્યુઝિયમ બની રહ્યા છે.