મઢુત્રા પાસે કચ્છ બ્રાન્ચ કેનાલ બેસી જતા પાણીનો વેડફાટ
- તંત્રના વાંકે પાણીનો વેડફાટને ખેડૂતો પાણીની માંગણી કરે તો નિગમ દ્વારા ખોટા કેસો કરાય છે
- કેનાલમાં તિરોડ પડવાની પાણીનો બેફામ વ્યય
રાધનપુર,
તા.રર જાન્યુઆરી, ૨૦૧૯, મંગળવાર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાં
પાણી છોડવામાં આવ્યુ હતું. ત્યારથી અલગ અલગ જગ્યાએથી લીકેજ હોવાના અહેવાલે પ્રગટ થયા
છે. જયારે કરોડોના ખર્ચે બનાવેલી સાયફન લીધેજ થયાના સમાચારની સાહી પણ સુકાઈ નથી ત્યારે
મઢુત્રા ગામ નજીક કેનાલ બેસી જતા તીરાડમાંથી પાણીનો વેડફફાટ થઈ રહ્યો છે.
સાંતલપુર તાલુકામાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલનું કામ હલકી ગુણવત્તાવાળુ કરવામાં આવેલું હોવાથી કેનાલમાં ઠેર ઠેર તિરાડો પડેલી જોવા મળી રહી છે. કચ્છને પાણી પહોચતું કરવા માટે બનાવવામાં આવેલી કેનાલ બાબતે નિગમની ઉદાસીનતાના કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યુ છે. તાલુકાના મઢુત્રા ગામથી આગળ કચ્છ બ્રાન્ચ કેનાલના ૮ર નંબરના ગેટ વચ્ચે કેનાલમાં મોટી તિરાડ પડેલી જોવા મળી રહી છે.
કેનાલમાં મોટી તીરાડ પડવાને કારણે તીરાડમાંથી પાણી લીકેજ થતા કેનાલની માટી ધોવાઈ જવાને કારણે પંદર ફુટ જેટલી કેનાલ બેસી ગયેલી જોવા મળે છે. કેનાલ બેસી જતા કેનાલનું પાણી તીરાડમાંથી બાજુમમાં આવેલી જગ્યામાં ભરાયુ છે. કેનાલ બેસી જવાના કારણે કેનાલની કીનાર ઉપર બનાવવામાં આવેલ સીસી દિવાલ તુટી કેનાલની અંદરની બાજુ નમી ગઇ છે.
કેનાલ બેસી જવા બાબતે અહીના એક આગેવાને
જણાવ્યુ હતુ કે કેનાલના કામોમાં ગુણવત્તા જળવાઈ નથી જેના કારણે કેનાલ બેસી ગઈ છે. અને
પાણીનો બગાડ થઈ રહ્યો છે. જયારે ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેતી માટે પાણી લઈએ છીએ તો પાઈપો કાપી
ઉપર નિગમ દ્વારા ખોટા ખોટા કેસો કરવામાં આવે છે. જયારે આ કચ્છ બ્રાન્ચ કેનાલમાં
પડેલ તીરાડોમાંથી રોજે લાખ્ખો લીટર પાણી બહાર વેડફાય છે તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં
આવતી નથી.