સિદ્ધપુરમાં મસાલા અને ગુટખાનો રૂ.6.83 લાખનો મુદ્દામાલ ઝડપાયો
- લોકડાઉનમાં પાન-બીડીનો વેપાર થતો હતો
- ત્રણ ઈસમો ગાડી લઈને જતા સિદ્ધપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું
સિદ્ધપુર,તા.02 મે 2020, શનિવાર
સિદ્ધપુરમાં કોરોના વાયરસ જેવી મહામારીને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન મુકવામાં આવેલ છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ વસ્તુઓ પર પાબંદી મુકવામાં આવી છે. છતાં સરકારના નિયમોને ઘોળી પી ગયેલા કેટલાક વેપારીઓ ચોરીછૂપીથી વસ્તુઓનો ગેરકાયદેસર અને બેરોકટોક વધુ રૃપિયા લઈને વેપલો કરવા લાગ્યા છે.
સિદ્ધપુર પોલીસ લોકડાઉનના જાહેરનામાને અનુલક્ષીને ગાડી અને બાઈકની પરમિશન બાબતે ચેકીંગમાં હતા તેદરમિયાનમાં સિદ્ધપુર બસસ્ટેન્ડથી હાઈવે તરફ એક ગાડી આવી રહી હતી. જેગાડીમાં ત્રણ ઈસમો બેઠેલા હોઈતે ગાડીમાં તપાસ કરતા ગાડીમાં તમાકુ પાન, મસાલાના કટ્ટા ભરેલા હોવાનું જણાતા આ ગાડીમાં બેસેલ ઈસમો પૈકી ગાડી ચાલક પ્રકાશ પરથીભાઈ પટ્ટણી તથા બીજો ઈસમ અજય ઈશ્વરભાઈ પરમાર રહે.ઈદગાહવાસ તેમજ ત્રીજો ઈસમ આકાશ સુંદરદાસ કંદાણી રહે.ધરતી બંગલોઝ રાજપુર વાળાઓ ગાડીમાં તમાકુ, પાન, મસાલા સહિત મુદ્દામાલ સિદ્ધપુર પોલીસે કબજે કરી કોરોના વાયરસને અટકાવવા જાહેરનામાના ભંગ બદલ તેમજ પોતાની દુકાનેથી ઘરે વેપાર અર્થે લઈ જતા આ ત્રણે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
તમાકુના વ્યસનીઓ તમાકુ માટે મોં માંગ્યા રૃપિયા આપવા તૈયાર
સિદ્ધપુરમાં લોકડાઉનમાં તમાકુના વ્યસનીઓ તમાકુ વેચાણ પર પ્રતિબંધ હોવાછતાં તમાકુને ખરીદવા માટે મોં માંગ્યા રૃપિયા આપી તમાકુ ખાવા ખરીદી રહ્યા છે.તેમજ તમાકુના વ્યસનીઓ ઘરની હાલત કફોડી હોવા તેમજ તેમની મા-બહેન અનાજ માટે લાંબી લાંબી કતારોમાં ઉભી રહે છે. છતાં પણ તમાકુના વ્યસનીઓ અઢળક રૃપિયા આપીને પણ તમાકુ ખાવા માટે રૃપિયા ખર્ચી રહ્યા છે. જે બાબત ગંભીર કહી શકાય છે.
તમાકુ, પાન, મસાલા સહિત ઝડપાયેલ મુદ્દામાલ
૧. મહક સિલ્વર પાન મસાલા પેકેટ નંગ-૧૫૦૦ કિ..રૂ.૧,૩૫,૦૦૦
૨. વિમલ પાન મસાલા પેકેટ નંગ-૨૩૦૦, કિ..રૂ.૨,૦૭,૦૦૦
૩. તાનસેન પાન મસાલા પેકેટ નંગ-૧૦૫૦, કિ..રૂ.૧,૨૬,૦૦૦
૪. તમાકુ પેકેટ નંગ-૧૫૦૦, કિ..રૂ.૧૫૦૦૦
૫. ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦
કુલમુદ્દામાલ .રૂ.૬,૮૩,૦૦૦