હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં
- કારકુનની ભરતી સહિતની પરીક્ષમાં ગેરરિતીની તપાસ કરવાની યુથ કોંગ્રેસની ઉગ્ર માંગણી
- કલેકટરને આવેદન આપી યોગ્ય નિર્ણય નહી કરાય તો આંદોલન કરવાની ચિમકી અપાઇ
પાટણ તા.10 ડિસેમ્બર, 2019, મંગળવાર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દિન પ્રતિદિન
ભ્રષ્ટચારના કેસો બહાર આવી રહ્યા છે ત્યારે વધુ એક કારકુન ભરતી કૌભાંડ બહાર આવ્યું
છે તેની યોગ્ય તપાસ કરવા યુથ કોંગ્રેસે
આવેદનઆપી માંગ કરી હતી.
તાજેતરમાં જુનિયર
કારકુનની ભરતીમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલો છે. જુનિયર કારકુનની પરીક્ષામાં
ઓએમઆર સીટ ઉપર કદાપિ ટીકડા લગાવવામાં આવતા નથી તે શા માટે લગાવવામાં આવ્યા તે
તપાસનો વિષય છે. પરીક્ષા પછી જે તે એજન્સી ઓએમઆર શીટ સાથે લઇ જાય છે. તેનાથી
વિપરીત આ પરીક્ષાની ઓએમઆર શીટ શા માટે એજન્સીને સાથે લઇ જવા દીધી નહી તે સમગ્ર
બાબત ઉંડી તપાસનો વિષય છે. પરંતુ તેની અંદર કોઇ ટેકનીકલ કે કાનુની તજજ્ઞા ઉમેરવા
જોઇએ કે જેથી તેની યોગ્ય તપાસ થાય અને આ તપાસ પુરી ન થાય ત્યાં સુધી 22/12/2019 ની લેવાનારી પરીક્ષા પણ મુલતવી રાખવી જોઇએ
તેવી માંગ કરવામાં આવી છે. આ તમામ
મુદ્દાઓની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા અને 1 લાખ 40 હજાર જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન હોય સત્વરે કાયમી યુજીસીના
નિયમો મુજબ કુલપતિની નિમણુક કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. તમામ
મુદ્દાઓને લઇને ઝડપથી કોઇ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યામાર્ગે
યુથ કોંગ્રેસને આંદોલન કરવાની ફરજ પડશે.