કાકોશીમાં સગીરા પર ત્રણ શખ્સો કુકર્મ આચરતાં ગામમાં તંગદિલી
બકરા-ભેંસો ચરાવવા ગયેલી સગીરા ભોગ બની
એકને મેથીપાક ચખાડયો ઃ ત્રણ શખ્સો ભાગી ગયા
સિધ્ધપુર,
તા. 24નવેમ્બર, 2018, શનિવાર
સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામે બકરા ચરાવવા ગયેલી સગીરા પર ત્રણ
નરાધમો દ્વારા સામુહિક દુષ્કર્મ ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે ગામમાં
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાકોશી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
છે.
પીડિતાની માસીની ફરિયાદ મુજબ સિધ્ધપુર તાલુકાના એક ગામે રહેતી એક પંદર વર્ષીય સગીરા અમરદશી નદી બાજુ બકરા તેમજ ભેંસો ચરાવવા માટે ગઈ હતી. તે દરમિયાન ત્રણ નરાધમો એકલતાનો લાભ લઈ સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ ગુજારતા સગીરાને ચક્કર આવ્યા હતા.
તે દરમિયાન પીડિતાની માસી સગીરાને શોધતા શોધતા આવતા આ ત્રણ નરાધમો તેની માસીનો અવાજ સાંભળી દુષ્કર્મ આચરી ભાગી ગયા હતા ત્યારે પીડિતાને સારવાર
અર્થે સિધ્ધપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યારે ગામમાં આ ભારે જધન્ય ઘટના બનતા ભારે તંગદિલી જેવો માહોલ
સર્જાયો હતો. જેથી કાકોશી પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગોઠવી દેવામાં આવ્યો હતો.
જ્યારે એક ગામમાં લોકોએ આ નરાધમોમાંથી એકને ઝડપી પાડી મેથીપાક
ચખાડી તેને પોલીસને સોંપ્યો હતો. જ્યારે કાકોશી પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી છે.