સાંતલપુરના એવાલ ગામે સસલાનો શિકાર કરતા ચાર શખસો ઝડપાયા
- 4ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાધનપુર તા.11 મે 2020, સોમવાર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના એવાલ ગામ એક ડુંગરાળ વિસ્તાર અને બીએસએફ પાકિસ્તાન બોડર એરીયાનું છેવાડાનું ગામ આવેલ છે એવાલ ગામે ગાડાં બાવર અને ડુંગરોથી ધેરાયેલું છે. આ વિસ્તારમાં ગાડાં બાવર અને બિન ઉપજાવ જમીન વિશાળ માત્રામાં હોવાથી અહીંયા આ વિસ્તારમાં ઘુડ ખર અભિયાસણ વિસ્તારની હદ પણ આવેલી છે. અને આ વિસ્તારમાં જગલી ગધેડા, રોઝ, નીલ ગાય, ઘુડ ખર અને સસલા જેવા પ્રાણીઓ માટે પોતાનું જીવન વેયાતિત કરવા માટે નું આ એક મુખ્ય કેન્દ્ર છે અને પોતાનો જીવન જીવવા માટે અને પુરતો આહાર લેવા માટેનું આ એક સુરક્ષિત સ્થાન છે.
એવોજ કંઇક એવો બનાવ કંઇ એવાલ ગામે બનવા પામેયો છે. રાત્રીના સમયે નોર્મલ રેન્જ ફોરેસ્ટ ખાતાના સ્ટાફસાથે પેટ્રોલીંગ કરતાં હતા તે દરમિયાન ડુંગરાળ વિસ્તારમાં કંઇક હલચલ જોવા મળી હતી તૈયાર બાદ સાંતલપુર આરએફઓ ઝેડપી વાઘેલા અને તેમના સ્ટાફ દ્વારા દબે પગે ડુંગર ઉપર પહોંચી ને જોતાં ચાર શિકારીઓને એક સસલાનો શિકાર કરતાં રંગે હાથે ઝડપી પડેલા હતા. ત્યાર બાદ શિકારીઓ પાસેથી એક સસલાનો મૃત દેહ પણ મળી આવ્યો હતો. અને આ ૪ શિકારીઓની આરએફઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને ચારે ઇસમો વિરૃધ્ધ ગુનો નોંધી ને રૃપિયા ૨૧૦૦૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અને ચારે ઇસમોને સાંતલપુર આરએફઓ ઓફિસ લાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવી હતી.