Get The App

સિદ્ધપુર તાલુકાની બોર્ડર સીલ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ

- નોવલ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાને લઈ તમામ ગ્રામ પંચાયત તથા પાલિકાને વોર્ડની સરહદો સીલ કરવા આદેશ

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
સિદ્ધપુર તાલુકાની બોર્ડર સીલ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ 1 - image

સિદ્ધપુર,તા.15 એપ્રિલ 2020, બુધવાર

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકા ખાતે કોરોના વાયરસના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવ્યા છે. જેથી નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષાની તકેદારીના પગલાંરૃપેલોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી વિવિધ પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયક ૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૃએ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને જાહેર રોડ ઉપર પસારથવા અને અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સમગ્ર સિદ્ધપુર તાલુકાની બોર્ડર સીલ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે. સાથે-સાથે સિદ્ધપુર તાલુકામાં સમાવિષ્ટ તમામ ગ્રામ પંચાયતોને સરહદો તથા નગરપાલિકાને વોર્ડની સરહદો પણ સીલક રવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ તા.૧૫-૪-૨૦૨૦થી ૨૯-૪-૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શખસ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલ મ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Tags :