પાટણ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં પરિક્ષા અંગે ફેર વિચારણા કરવા માંગ
- ફી ન વસુલવા બીએડ, લો ફેકલ્ટી અને પી.જી.ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા રજુઆત
પાલનપુર તા.08 જૂન 2020, સોમવાર
પાલનપુરમાં વિદ્યોર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ ફેકલ્ટીની પરિક્ષાન અંગે યોગ્ય વિચારણા કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને લગતી પાંચ જેટલી માંગણી અંગે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે.
રાજ્યમાં કોરોના સામે જંગમાં ચોથા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થયા બાદ છુટછાટ વાળું ેએક માસ નું અનલોક જાહેર કરાયું છે. જેને લઇ રાજ્યમાં યુનિવર્સિટીઓ દ્વારા જુન મહિનામાં પરિક્ષા જાહેર કરવામાં આવી છે. જોકે લોકડાઉનના કારણે અભ્યાસ અધુરો હોઇ અને પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ માનસિક તૈયાર ન હોઈ આ પરીક્ષાના નિર્ણય પર યોગ્ય વિચારણા કરવામાટે પાલનપુરમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં પરિક્ષા અંગે વિદ્યાર્થીઓનો અભિપ્રાય લેવાની સાથે બીએડ, લો ફેકલ્ટી તેમજ પીજીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા યુજીના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને પ્રોરેટા સિસ્ટમથી આગળ વધારવા જિલ્લામાં સ્કુલ કોલેજ ઓગષ્ટ માસમાં ખુલવાની શક્યતા હોઇ જ્યાં સુધી શૈક્ષણિક કાર્ય શરૃ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ પાસે થી કોઇ જ પ્રકારની ફી ન વસુલવા જાહેરનામું બહાર પાડવાની માંગ કરવામાં આવી છે.