Get The App

પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 4 દર્દીનો ભોગ લીધો

- કોરોનાના દર્દી ઉપર સાયટોકાઇન્સ સ્ટોમ અસર કરે છેઃ ડીન

- શહેરમાં 2 અને રાધનપુરના સિનાડમાં 1 મળી ત્રણ વ્યક્તિને કોરોનાઃ જિલ્લામાં કુલ પોઝિટીવ કેસ 154 થયા

Updated: Jun 25th, 2020

GS TEAM

Google News
Google News
પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 4 દર્દીનો ભોગ લીધો 1 - image

પાલનપુર તા.24 જૂન 2020, બુધવાર

પાટણ જિલ્લામાં કોરોનાએ આંતક મચાવી દીધો છે. ત્યારે બુધવારે પોઝિટીવ કેસ કરતા જિલ્લામાં મૃત્યુ આંક વધી ગયો હતો. જેમાં બુધવારે ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કુલ પાટણ જિલ્લાના ૪ દર્દીઓના મોત નિપજ્યા હતા. જેને લઇ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જેની વચ્ચે જિલ્લામાં વધુ ત્રણ પોઝિટીવ કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. જેમાં પાટણ શહેરના ૨ અને રાધનપુર સિનાડમાં ૧ કેસ મળ આવતા જિલ્લામા ંકુલ પોઝિટીવ કેસ ૧૫૪ થઇ ગયા છે. જેને લઇ તંત્ર દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે જોવા રહ્યું?

પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમ ણ બેફામ ફેલાઇ ગયું છે. જેને લઇ જિલ્લામાં છેલ્લા ૨૪ દિવસમાં કુલ ૮૦ દર્દીઓના કોરોના વાયરસના સંક્રમણનું ભોગ બન્યા છે. તો બીજી તરફ છેલ્લા ૨૪ કલાકમાં જ જિલ્લાના કુલ ૪ દર્દીઓને કોરોના ભરડામાં લેતા મોત નિપજ્યા હતા. જેમાં મંગળવારે હારીજના ૨૬ વર્ષીય યુવકને ગત તા.૧૪/૦૬/૨૦ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતો ત્યારે મંગળવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. જ્યારે પાટણ શહેરના બાબુ બંગલા વિસ્તારના ૪૦ વર્ષીય પુરૃષને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિટનીની સારવાર ચાલતી હતી જેમાં રિપોર્ટ પોઝિટીવ આવેલ હોય મંગળવાર મોડી રાત્રે અમદાવાદ ખાતે મોત નિપજ્યું હતું. તો પાટણ શહેરના સાલવી વાડો વિસ્તારના ૪૮ વર્ષીય પુરૃષને ગત તા.૧૭/૦૬/૨૦ના રોજ રિપોર્ટ પોઝિટીવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓ છેલ્લા ૩ દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારે બુધવારે વહેલી સવારે ધારપુર હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. જ્યારે શંખેશ્વરમાં સીએચસી પાછળ રહેતા ૩૭ વર્ષીય પુવાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યો હતો. જેનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાતે મોત નીપજ્યું હતું. આમ પાટણ જિલ્લામાં બે તેમજ અમદાવાદ ખાતે ૨ મળી કુલ ૪ દર્દીઓના મોત નિપજ્યા હતા. જેને લઇ પાટણ જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૨૦ પર પહોંચી ગયો છે. જ્યારે જિલ્લામાં વધુ ત્રણ પોઝિટીવ કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસ ૧૫૪ થઇ ગયા છે.

દવાઓની સાથે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ જરૃરી છે, ડીન ધારપુર

આ અંગે ધારપુર ડીન યોગેશાનંદએ જણાવ્યું હતું કે કોરોનાના પોઝિટીવ દર્દીમાં એક સ્ટેજ આવે છે. જેમાં શરીરમાંથી સાયટોકાઇન્સ એનું સ્ટોમ આવે છે જે દર્દી તે સ્ટોપ પસાર કરી લે તો તેનો વાંધો આવતો નથી. પરંતુ તેની સાથે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘટવી ન જોઇએ જોકે કોરોના વાયરસ નવો છે એટલે તેને તોડી પાડવાની નવી કોઇ ચોક્કસ દવા શોધી શકાઇ નથી. 

પાટણ જિલ્લામાં તેમજ અમદાવાદમાં બે બે દર્દીના મોત થયા

કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં પાટણ જિલ્લાના કુલ ૪ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં સાલવીવાડો વિસ્તારના ૪૮ વર્ષીય પુરૃષ તેમજ હારીજ ૨૬ વર્ષીય યુવકનું પાટણમાં મોત થયું હતું. જ્યારે પાટણ શહેરના બાબુ ંબંગલાના ૪૦ વર્ષીય પુરૃષ તેમજ શંખેશ્વરના ૩૭ વર્ષીય યુવાનઆ બંને દર્દીઓનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેને લઇ જિલ્લામાં કુલ ૨૦ દર્દીઓ મોતને ભેટયા છે. 

પાટણ જિલ્લામાં ૧૫૪ પોઝિટીવ કેસ નોંધાયા

પાટણ શહેર-૧૨, પાટણ તાલુકો- ૧૬ ,સમી તાલુકા- ૬, રાધનપુર તાલુકો- ૫ , શંખેશ્વર તાલુકો-૫, સાંતાલપુર તાલુકો-૨, સિધ્ધપુર તાલુકો-૨૧, સરસ્વતી તાલુકો-૨૦, ચાણસ્મા તાલુકો-૪ તેમજ હારીજ તાલુકામાં ૩ કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસ ૧૫૪ થઇ ગયા છે. 

પાટણ જિલ્લામાં ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા

પાટણ શહેરમાં બુધવારે ઉંઝા ત્રણ રસ્તા પાસેના શુકન બંગલોઝમાં રહેતી ૬૦ વર્ષીય મહિલાને છાતીમાં દુખાવો થતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જ્યારે રાધનપુરના સિનાડમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીને ખાંસી અને ગળામાં દુખાવો સહિતના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં બંને દેર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. તો પાટણ શહેરમાં પારેવા સર્કલ પાસેની આસોપાલવ સોસાયટીના ૫૯ વર્ષીય પુરૃષને તાવ અને ખાંસીના લક્ષણો જણાતા અમદાવાદની ખાનગી સુપ્રાટેક માઇક્રોપેથ લેબોરેટરીમાં સેમ્પલ લેવામાં અવાયું હતું. જેમાં રિપોર્ટ પોઝિટીવ આવતા તમામ ત્રણેય દર્દીઓને ક્વોરોન્ટાઇન કરી દાખલ કરવામાં આવ્યા હતા. 

Tags :