Get The App

રાધનપુરમાં કેનાલોના કામમાં ગેરરિતી દબાવવા સામાન્ય ઓપરેટર સામે ફરિયાદ

કેનાલો તુટવા મામલે ખાળે ડૂચા દરવાજા મોકળા જેવો ઘાટ

નિગમ દ્વારા સદ્ભાવ કંપનીના માલિક સામે શા માટે કોઈ કાર્યવાહી થતી નથી ? ચર્ચાતો પ્રશ્ન

Updated: Dec 9th, 2018

GS TEAM

Google News
Google News
રાધનપુરમાં કેનાલોના કામમાં ગેરરિતી દબાવવા સામાન્ય ઓપરેટર સામે ફરિયાદ 1 - image

રાધનપુર, તા. ૮  ડિસેમ્બર, ૨૦૧૮,શનિવાર

પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર પંથકમાં રોજબરોજ કેનાલો તુટવાને કારણે સમગ્ર રાજ્યમા ખળભળાટ  મચી જવા પામ્યો હતો અને સરકાર અને નિગમ દ્વારા કેનાલોના કામમાં ગેરરિતીને છાવરવામાં આવી  હતી પરંતુ વારંવાર એક જગ્યાએ કેનાલ તૂટતા અંતે પોતાની શાખ બચાવવા નિગમ દ્વારા જી.કે.સી.- સદ્ભાવના ઓપરેટર ઉપર પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુર સબ બ્રાન્ચ કેનાલમાંથી નિકળેલી વારાહી ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ એક માસમાં ચારેક વખત સરકારપુરા ગામની સીમમાં તૂટી હતી. વારાહી ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ વારંવાર તૂટવાના  અહેવાલો  પ્રગટ થતા કેનાલોના કામની ગુણવત્તા પર સવાલો ઉઠવા પામ્યા હતા.

જ્યારે આ કેનાલ વારંવાર તૂટવાના બનાવથી છેક ગાંધીનગર બેઠેલા નિગમના અધિકારી અને સરકારના લોકો હચમચી ઉઠયા હતા અને તપાસનું નાટક ભજવવા નિગમના ઉચ્ચ અધિકારીઓ સરકારપુરા ગામની સીમમાં સર્વે કરવા આવ્યા હતા.

જેમાં કેનાલના કામોની ગુણવત્તા બાબતે તપાસ કરી કે નહીં પરંતુ નિગમે પોતાની આબરૃ બચાવવા કેનાલના દરવાજા ખોલતા જી.કે.સી.- સદ્ભાવ કંપનીના ઓપરેટર લીડર મુકેશભાઈ સામે કેનાલના દરવાજા ખોલી કેનાલને નુકસાન પહોંચાડયું હોવા બાબતે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કેનાલ તૂટવા બાબતે નિગમ દ્વારા ઓપરેટર પર ફરિયાદ કરીને કોન્ટ્રાક્ટરે કામોમાં કરેલી ગેરરીતિ છુપાવવાની કોશિશ કરી હોવાનું સ્થાનિક ખેડૂતોઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું.

કેનાલોમાં પાણી છોડયા બાદ તાલુકામાં બારથી વધુ કેનાલો તૂટી હતી અને હોબાળો મચ્યો હતો પરંતુ નિગમના અધિકારીઓ ખેડૂતો દરવાજા ખોલી નાખતા પાણી વધુ આવવાથી કેનાલો તૂટતી હોવાનુ ંરટણ કરતા હતા.

જ્યારે સદ્ભાવ એન્જિનિયરીંગ કંપની દ્વારા બનાવવામાં આવેલી કેનાલના કામોમાં  ગેરરીતિ આચરી હોવા બાબતે તપાસ થયા પછી પણ નિગમના અધિકારીઓ કંપની સામે કોઈ જ નક્કર પગલા ભરતા નથી. કારણ કે તપાસ કરવાવાળા અધિકારીઓ પત્રમ પુષ્પમના વ્યવહાર તળે કંપનીના ગેરરિતીને છાવરતા હોવાનું જણાઈ આવે છે.

કેનાલોના કામોમાં ગેરરિતી આચરનાર સદ્ભાવ એન્જિનિયરીંગ કંપનીન ેબચાવવા નિગમ દ્વારા ઓપરેટર પર ફરિયાદ દાખલ કરીને ઓપરેટરને બલીનો બકરો બનાવ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

જો કેનાલોના કામો બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવવામાં આવે તો કેનાલોના કામોમાં થયેલ વ્યાપક ગેરરીતિ સામે આવશે અને કેનાલો તૂટવાથી ખેડૂતોને થયેલ નુકસાની ભરપાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે તેવી માંગ નુકશાન ભોગવનાર ખેડૂતોએ કરી હતી.

Tags :