Get The App

પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરીના કૌભાંડમાં ભાજપના કાર્યકરની ધરપકડ

- રણમલપુરા સીમમાંથી પસાર થતી આઈઓસીની

- મુન્દ્રા પાનીપત પાઈપમાં કાણું પાડી હોટલ સુધી લઈ જઈ ઓઈલ ચોરી થતી હોવાનું ખુલ્યું હતું

Updated: Feb 24th, 2020

GS TEAM

Google News
Google News
પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરીના કૌભાંડમાં ભાજપના કાર્યકરની ધરપકડ 1 - image

રાધનપુર, તા. 23 ફેબ્રુઆરી 2020, રવિવાર

પાટણ જિલાના સાંતલપુર તાલુકાના રણમલપુરા સીમમાંથી પસાર થતી આઈઓસીની મુન્દ્રા પાનીપત ક્રુડ ઓઈલ પાઈપલાઈનમાં ગેરકાયદેસર કાણું પાડીને કનેક્શન કરી હાઈવેની હોટલ સુધી લંબાવીને ઓઈલ ચોરી કરવાનો કારસો રચવામાં આવ્યો હતો. આ કૌભાંડની તપાસનો ધમધમાટ શરૃ થતાં છેવટે પોલીસે હોટલ માલીક તેમજ ભાજપના કાર્યકરની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામની સીમમાંથી પસાર થતી  આઈઓસીની મુખ્ય પાઈપલાઈનમાં કાણું પાડી ગેરકાયદેસર કનેક્શન કરી બેની પાઈપ ફીટ કરીને હાઈવે નજીક આવેલ અન્નપુર્ણા કાઠીયાવાડી હોટલના કમ્પાઉન્ડમાં બનાવેલ હોજ સુધી લઈ જવામાં આવી હતી. આઈઓસીએલ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ટેકનોલોજી દ્વારા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. જિલ્લામાંથી પસાર થતી ઓઈલ પાઈપલાઈનમાં ચોરી કરવા ઓઈલ માફીયા સક્રિય બન્યા હોવાની જાણ થતા જિલ્લા પોલીસવડા સહિત સ્થળ મુલાકાતે આવી પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલાની તપાસ પાટણ ડીવાયએસપી જે.ટી. સોનારાને સોંપવામાં આવી હતી. 

રણમલપુરા નજીક પસાર થતી ઓઈલ પાઈપલાઈનમાં ગેરકાયદેસર કનેક્શન કરીને ઓઈલ ચોરીના કેસમાં પોલીસ દ્વારા હોટલ અને જમીન માલીક ગોવિંદભાઈ ઉર્ફે જીવણભાઈ મુળજીભાઈ આહિર ગામ કલ્યાણપુરા, તા. સાંતલપુરવાળાની  ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે આરોપીના સોમવાર સુધી બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. આ અંગે તપાસનીશ પોલીસ અધિકારીએ બીજા આરોપીઓના નામ ખુલવાની શક્યતા હોવાનું પણ તપાસ કરતા અધિકારીએ જણાવ્યું હતું.

પકડાયેલ આરોપીનું ભાજપ કનેક્શન

ઓઈલ ચોરી કૌભાંડમાં પોલીસે ધરપકડ કરેલ ગોવિંદભાઈ ઉર્ફે જીવણભાઈ મુળજીભાઈ આહીર, ગામ કલ્યાણપુરાવાળો જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને આવેલ હોવાનો ફોટો સોશિયલ મીડીયામાં વાયરલ થતા ઓઈલ ચોરીમાં પકડાયેલ આરોપી ભાજપનું ભાજપ કનેક્શન બહાર આવ્યું હતું.

Tags :