સાંતલપુરમાં અલ્પેશ ઠાકોરના પી.એ. વિરુધ્ધ લૂંટની ફરિયાદ થઈ
નર્મદાના અધિકારીઓએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
કચ્છમાં જતી કેનાલના ગેટ બંધ કરાવવા ગયેલા પી.એ.એ અધિકારીનો મોબાઈલ ઝૂંટવી જાનથી મારી નાખવાની ધમકી આપી
રાધનપુર,
તા. ૧ નવેમ્બર, ૨૦૧૮, શનિવાર
પાટણ જિલ્લાના છેવાડે આવેલા સાંતલપુર પંથકમાંથી પસાર તતી કચ્છ
કેનાલમાં પાણી કેમ વધારે છોડવામાં આવે છે તે બાબતે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર
અને નર્મદાના અધિકારી વચ્ચે બોલાચાલી થતા ધારાસભ્યના પી.એ. એ અધિકારીનો મોબાઈલ ઝુંટવી
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા પી.એ. અને અન્ય શખ્સો ે ઉપર સાંતલપુર પોલીસ મથકમાં
ફરિયાદ નોંધાઈ હતી.
સાંતલપુર તાલુકામાંથી પસાર થતી કચ્છ નર્મદા કેનાલના સાંકળ નં. ૨ ના ગેટ પાસે ગત તા. ૩૦મી નવેમ્બરના રોજ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પી.એ. હાર્દિક ત્રિવેદી અને બીજા પંદરેક માણસો ભેગા થયા હતા.
નર્મદા કેનાલના નાયબ કાર્યપાલક
ઈજનેર સુભાષચંદ્ર તિવારીને બોલાવ્યા હતા અને આ ગેટ કેમ ખોલવામાં આવે છે તમારે ફક્ત
કચ્છના જ ખેડૂતોને પાણી આપવું છે. અમારા વિસ્તારના ખેડૂતોને પાણી પુરું પડતું નથી અને
આ ગેટનું સંચાલન એમ.પી. મહંત દ્વારા કરવામાં આવે છે જે નહીં ચલાવી લેવાય તેમ કહી અલ્પેશ
ઠાકોરના પી.એ. હાર્દિક ત્રિવેદી ઉશ્કેરાઈ ગયા હતા અને નાયબ કાર્યપાલક ઈજનેર તિવારીનો મોબાઈલ અધિકારી પાસેથી ઝૂંટવી લીધો હતો અને નર્મદાના
અધિકારીને ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ધારાસભ્યના પી.એ. હાર્દિક ત્રિવેદીએ કરેલ ગેરવર્તન અને મોબાઈલ પડાવી લેતા ગભરાયેલા નર્મદાના નાયબ કાર્યપાલક ઈજનેર ત્રિવેદીએ આ બાબતે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સાતંલપુર પોલીસે ધારાસભ્યના પી.એ. હાર્દિક ત્રિવેદી, વિનોદ રાજા અહીર, જીવણભાઈ આહીર તેમજ વાઘેલા રણજીતસિંહ સામે લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ધારાસભ્ય અલ્પેશ
ઠાકોરના પી.એ. ઉપર નર્મદાના અધિકારીએ લૂંટની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી
જવા પામી હતી.