જીતુ વાઘાણીના નિવેદન બાદ રાધનપુરના રિસોર્ટમાં અલ્પેશ ઠાકોરની મિટીંગ
- ભાજપ પ્રદેશ પ્રમુખ
- માત્ર ઠાકોરસેનાના કાર્યકરો સાથે મિટીંગ યોજાતા ભાજપના આગેવાનો અને કાર્યકરો નારાજ
રાધનપુર, તા.31 ઓગસ્ટ 2019, શનિવાર
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાંજોડાયા બાદ ખાલી પડેલ રાધનપુર બેઠક ઉપર ફરીથી ભાજપમાંથી ચુંટણી લડવા નિવેદનો આપ્યા હતા. જ્યારે ભાજપમાં જોડાયા બાદ રાધનપુર આવતા અલ્પેશ ઠાકોર દ્વારા સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની અવગણના કરવામાં આવી હતી.
રાધનપુરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈને ગયા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરનો સ્થાનીક ઠાકોર સમાજના આગેવાનો અનેઠાકોર સેનાના કાર્યકરો વિરોધ કર્યો હતો. અલ્પેશ ઠાકોરે રાજીનામું આપીભાજપમાં જોડાયા બાદખાલી પડેલી બેઠક પર ભાજપ તરફથી કોણ ઉમેદવાર આવશે તે બાબતે તરહ તરહની અટકળોએ જોર પકડયું હતું. અલ્પેશ ઠાકોર રાધનપુરમાં પ્રચાર કરે તો વાંધો નથી તેવું નિવેદન આજરોજ ભાજપપ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આપ્યું હતું. જે સંદર્ભે અલ્પેશ ઠાકોર દ્વારા રાધનપુરતાલુકાના દેવ ખાતે આવેલ રિસોર્ટમાંતા.31મી ઓગસ્ટના રોજ મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાની જીત માટે ઠાકોર સેનાના કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
રાધનપુર વિધાનસભા બેઠક માટે મળેલી મિટીંગમાં એકપણ ભાજપના હોદ્દેદારો કે કાર્યકરો બોલાવવામાં આવ્યા ના હતા. અલ્પેશ ઠાકોર દ્વારા દેવ ખાતે બોલાવવામાં આવેલ મિટીંગ બાબતે સ્થાનીક ભાજપના હોદ્દેદારો પણઅજાણ હોવાનુંજણાવતા હતા. માત્ર કેટલાક ગણ્યા ગાંઠયા લોકો સાથે દેવના રિસોર્ટમાં અલ્પેશ ઠાકોરે મિટીંગ કરતા ભાજપના આગેવાનોએ નારાજગી દર્શાવી હતી. આ બાબતે પ્રદેશ નેતાગીરીને જાણ કરવામાં આવશે તેવું સ્થાનીક આગેવાને જણાવ્યું હતું.
ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે સ્થાનીક ભાજપના આગેવાનો કે હોદ્દેદારો સાથે ક્યારેય સંપર્ક કર્યો નથી. રાધનપુર આવે તો પણ પાર્ટીના કોઈ જ કાર્યકરને સાથે રાખતા ના હોવાની ફરિયાદો પણ જિલ્લાના હોદ્દેદારો સમક્ષ કરવામાં આવી હતી. દેવ ખાતે મળેલી મિટીંગ બાબતે શહેર ભાજપના હોદ્દેદારે જણાવ્યું હતું કે અમોને આ બાબતે કોઈ જ જાણકારી નથી અને પાર્ટી તરફથી હજી કોઈ જ આદેશ કરવામાં આવ્યો ના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.