સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા અને હારીજના કોરોનામાં પોઝિટીવ 20 દર્દીઓ ડિસ્ચાર્જ
- તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી 10 ત્રિપલ લેયર માસ્ક, હેન્ડ સેનેટાઈઝરની બોટલ અને બે સાબુ આપવામાં આવ્યા
પાલનપુર,તા.11 મે 2020, સોમવાર
પાટણ-ધારપુર જનરલ હોસ્પિટલ ખાતેથી રવિવારે વધુ ૪ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાની સારવાર બાદ સ્વસ્થ જણાતા નેદ્રા ગામની બે મહિલા, ભીલવણ ગામની એક મહિલા તથા ચાણસ્મા શહેરના પુરુષને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સાથે જ તેમને હેન્ડ સેનેટાઈઝરની બોટલ અને માસ્ક સહિતની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવી છે. જેને લઈ સિદ્ધપુર, ચાણસ્મા અને હારીજ તાલુકામાં કોરોનામાં સપડાયેલા૨૦ દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામની અનુક્રમે ૫૪ અને ૨૬ વર્ષીય મહિલા, ભીલવણની ૬૫ વર્ષીય મહિલા તથા ચાણસ્મા શહેરના કોટાવડીયાપરા વિસ્તારના ૭૦ વર્ષીય પુરુષને ધારપુર જનરલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જકરવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓ એસિમ્ટોમેટિક હતા. છેલ્લા ૧૦ દિવસથી કોઈપણ લક્ષણો ન જણાયા હોય તથા છેલ્લા ત્રણ દિવસમાં તાવ આવ્યો ન હતો. જેને કારણે થારપુર જનરલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા આ તમામ દર્દીઓને આગામી ૭ દિવસ સુધી હોમ કોરોન્ટાઈન રાખવામાં આવશે. તકેદારીના ભાગરૃપે સરકાર તરફથી ૧૦ ત્રિપલલેયર માસ્ક, એક હેન્ડ સેનેટાઈઝરની બોટલ તથા બે સાબુ વિનામુલ્યે આપવામાં આવ્યા હતા. સાથે સાથે ઘરે ગયા બાદ રાખવાની થતી સાવચેતી અને સુચનાઓ અંગેનું કાગળ પણ દર્દીઓને આપવામાં આવ્યું હતું. જેને લઈ પાટણ જિલ્લાના કુલ ચાર તાલુકાઓ કોરોનાઓમાં સપડાયા હતા. પરંતુ સિદ્ધપુરતાલુકાના ૧૫, ચાણસ્મા અને હારીજ તાલુકાના ૧-૧ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
પાટણ જિલ્લાના 26 પૈકી 5 દર્દીઓ સારવાર હેઠળ
પાટણ જિલ્લામાં અત્યાર સુધી ૨૬ કેસ નોંધાયા છે. જેમાં સિદ્ધપુરના લુકમાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ કુલ૨૦ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરેપરત ફર્યા છે. જેમાં પ્રથમ ૧૯ ડિસ્ચાર્જ થયા હતા. ત્યારે આજે પાટણમાંથી વધુ ૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ. આમ કુલ ૨૦ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
પાટણ જિલ્લામાં શંકાસ્પદ 21 દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ
પાટણ જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૮૫૭ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ૫૨૫, કોવીડ કેર સેન્ટર દેથળી ખાતે ૧૯૨, કોવીડ હેલ્થ સેન્ટર રાધનપુર ખાતે ૮૪, જનતા હોસ્પિટલ-પાટણ ખાતે ૫૬, યુ.એન.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ૧ તથા સિવિલ હોસ્પિટલ-અમદાવાદ ખાતે ૧ વ્યક્તિના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૨૬ દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ૭૧૩ દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ તેમજ શંકાસ્પદ ૨૧ દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ રહેવાપામ્યો છે.