પાટણમાં ખનિજ હેરાફેરીમા 17 કેસ
- પાટણ ખાણ ખનીજ વિભાગનો સપાટો
- લોકસભા ચૂંટણીની વ્યસ્તતા બાદ તંત્ર સક્રિય થયું
રાધનપુર તા.21. 2019, મંગળવાર
પાટણ લોકસભા બેઠક ઉપર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહ્યા બાદ
પાટણ ખાણ ખનિજ તંત્ર ફરી હરકતમાં આવતા મે-માસ ના માત્ર 20 દિવસમાં બિન અધિકૃત ખનિજ વાહનના 17 કેસ
કરી 27.65 લાખનો દંડ કરવામાં આવતાં ખનીજ ચોરી કરતા પરીબળોમાં
ફફડાટ ફેલાયો છે.
ખાણ ખાનિજ દ્રારા
વર્ષ 2018-19 દરમ્યાન રૃ.91299 લાખની રોયલ્ટી દંડ પેટે વસુલાત
કરવામાં આવેલ ખાણ ખનિજ વીભાગ દ્વારા 20 મી મે-2019 સુધીમાં બિનઅધિકૃત ખનિજ વાહન કરવા બદલ કુલ 17 કેસ
કરી રૃ.27.65 લાખની વસુલાત કરવા નોટીસ ફટકારવામાં આવેલ. જેથી
સામે હાલમાં કુલ રૃ.20.10 લાખની માતબર દંડ ની વસુલાત કરેલ
છે. મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી યશ જોષી જણાવ્યા મુજબ મે મહિના માં પાટણ જિલ્લા ના
જુદા જુદા વિસ્તારમાંથી ૪ કેસ રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનિજ નું વહન કરતા ઝડપાયેલ
છે. જ્યારે 13 વાહનો સાદીરેતી / બ્લેક ટ્રેપ ખનિજ નું પાસ
પરમીટ કરતા વધારે વહન કરતા ઝડપાયેલ છે. તથા હજુપણ આકસ્મિક રીતે ચેકીગની કાર્યવાહી
કરવામાં આવેશ તેમજ ખનિજ ચોરી કરનાર ત્તવો સમે દંડકીય કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે
આવા ઇસમો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેમજ જરૃર જણાય તો પોલીસ ફરિયાદ
પણ દાખલ કરવામાં આવશે.