Get The App

150 રાજપૂત દીકરીઓએ તલવાર રાસ થકી પાટણના 1274મા સ્થાપના દિનની ઉજવણી કરી

- નગરપાલિકા દ્વારા ઉજવણીમાં નિરસતા દાખવતા શહેરીજનો ઓછા આવ્યા

- પાટણના વિશાળ સામ્રાજ્યમાં રાણકીવાવ, સહસ્ત્રલીંગ તળાવ સહિત અનેક શિલ્પ સ્થાપત્યો, મંદિરો નિર્માણ થયા હતા

Updated: Feb 16th, 2020

GS TEAM

Google News
Google News
150 રાજપૂત દીકરીઓએ તલવાર રાસ થકી પાટણના 1274મા સ્થાપના દિનની ઉજવણી કરી 1 - image

પાટણ, તા. 15 ફેબ્રુઆરી 2020, શનીવાર

પાટણ નગરના ૧૨૭૪મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા યોજવામાં આવેલ ૧૯મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે રાજપૂત સમાજની ૧૫૦ દીકરીબાઓ દ્વારા ભવ્ય તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેને જોઈ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. તલવાર રાસમાં ભાગ લેનાર દીકરી બાઓ દ્વારા અગાઉ ભુચર મોરી શહીદ સ્મારક ખાતે ૨૫૦૦ બહેનો દ્વારા જે વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો તેમાં પણ  આ દીકરીબાઓ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ દીકરીઓનું આજરોજ રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ કાર્યક્રમના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા), મંત્રી અન્ન નાગરિક પુરવઠા દ્વારા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પાટણ નગરમાં સોલંકી, વાઘેલા અને ચાવડા વંશના મહાન પ્રતાપી રાજપીઓ થઈ ગયા છે. તેમના સમયમાં પાટણનું સામ્રાજ્ય ખૂબજ વિશાળ હતું અને તેમના સમયમાં રાણકીવાવ, સહસ્ત્રલીંગ તળાવ સહિત અનેક શિલ્પો, સ્થાપત્યો અને ભવ્ય મંદિરોનું નિર્માણ કાર્ય થયું હતું જે આજે પણ લોકોને ાકર્ષી રહ્યા છે. ક્ષત્રિય રાજપૂતોનો ઈતિહાસ ખૂબજ ભવ્ય રહ્યો હતો. ત્યારે ભવિષ્ય પણ ખુબજ ઉજળું બને તે માટે તમામ સમાજની સારી બાબતોને લઈ સમગ્ર સમાજને સાથે રાખી શિક્ષણ, કન્યા કેળવણીને મહત્વ આપી સમાજનું સશક્તિકરણ કરવું જોઈએ.

જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ૨૧મી સદી એ આધુનિક ટેકનોલોજીની સદી છે ત્યારે આ ટેકનોલોજીનો આપણા સમાજના બાળકો ખૂબજ સારો ઉપયોગ કરે તો જીવનમાં સારી પ્રગતિ કરી શકે છે. રાજપૂતોનો ઈતિહાસ ભૂતકાળમાં ભવ્ય રહેલો છે ત્યારે વર્તમાનમાં આપણે ક્યાં છીએ તેનું ચિંતન કરી આપણું લક્ષ્ય નક્કી કરવાનો સમય પાકી ગયો છે. જ્યારે સુધી તે લક્ષ્ય સુધી ન પહોંચીએ ત્યાં સુધી સખત પરિશ્રમ કરવો પડશે. વર્તમાન સમયમાં માથા વાઢીને નહીં પરંતુ માથા ગણીને રાજ થાય છે ત્યારે અન્ય સમાજની સાથે પણ કદમથી કદમ મિલાવીને રાજપૂત સમાજે પોતાની પ્રગતિ તરફ આગળ વધવું પડશે.

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જન્મદિવસની ઉજવણીમાં વ્યવસ્થિત પ્રયાસ ન કરતા શહેરીજનો ખૂબ ઓછા પ્રમાણમાં આવ્યા હતા. પાટણનો ઈતિહાસ ભવ્ય હોઈ પહેલાના સમયમાં લોકોને જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓ ખૂબ સહેલાઈથી મળતી હતી પરંતુ અત્યારે નગરપાલિકામાં બંને પાર્ટીઓનું રાજ હોઈ લોકોની જરૃરિયાતો સંતોષાતી નથી. 

Tags :