Get The App

મકાનમાંથી 14 કિલો ઉપરાત ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા

- રાધનપુર તાલુકાના મોટી પીંપળી ગામે

- ગેરકાયદેસર ગાંજાનું વિતરણ થતુ હોવાની બાતમી આધારે રેડ કરતા ૧.૪૬ લાખનો મુદ્દમાલ ઝડપાયો

Updated: Dec 25th, 2019

GS TEAM

Google News
Google News
મકાનમાંથી 14 કિલો ઉપરાત ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા 1 - image

રાધનપુર તા. ડિસેમ્બર, 2019, મંગળવાર

રાધનપુર તાલુકાના મોટી પીંપળી ગામે રહેણાંક મકાનમાં પ્રતીબંધિત ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી આધારે પાટણ એસઓજી એ રેડ કરતા રહેણાંક મકાનમાંથી ૧૪ કિલો ગાંજા સાથે બે ઇસમો ઝડપાતા પંથકમાં ચકચાર મચીજવા પામી હતી.

પ્રાપ્ત માહિતીનુસાર પાટણ એસઓજી સ્કોડ સ્ટાફ રાધનપુર તાલુકામાં પેટ્રોલીંગમાં હતો. ત્યારે તાલુકાના મોટી પીંપળી ખાતે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજો રાખી વેચાણ કરવામાં આવતો હોવાની બાતમી મળતા એસઓજી સ્ટાફે મોટી પીંપળી આયરવાસમાં રહેતા આયર શંકરભાઇ ડુંગરભાઇના મકાનમાં તા.૨૩મી ડીસેમ્બરની મોડી સાંજે રેડ કરી હતી. ત્યારે મકાનમાં રાવળ બલાભાઇ બાબુભાઇની પાસે એક વાદળી કલરની થેલીમાં નાની નાની થેલીમાં પેક રેલ ગાંજાની ૮ થેલીઓ મળી આવી હતી. જ્યારે તેની બાજુમાં પડેલ પીપના પાછળના ભાગે મેણીયાની થેલીમાં પણ ગાંજો સંતાડેલો મળી આવ્યો હતો. તેમજ ઘરની આજુબાજુમાં તપાસ કરતા ઘરની બાજુના ભાગે ખુલ્લી જગ્યામાં વનસ્પતિજન્ય ગાંજાના સુકાયેલા છોડનો ઢગલો પોલીસને મળી આવ્યો હતો. પોલીસને રેડ દરમ્યાન મકાનમાંથી રૃપિયા ૧,૪૬,૦૦૦ની કિંમતનો ૧૪,૬૬૦ કી.ગ્રામ પ્રતીબંધીન ગાંજો મળી આવ્યો હતો. એસઓજી પોલીસે મકાન માલીક આયર શંકરભાઇ તથા રાવળ બલાભાઇને ગાંજા સાથે પકડી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

Tags :