રાધનપુર તાલુકાના દેવ ગામે શંકાસ્પદ ડેન્ગ્યુંથી 10 વર્ષના બાળકનું મોત
- પાટણ અને અમદાવાદ ખાતે સારવાર આપવા છતા બાળકનો જીવ ના બચ્યા, તંત્ર બેપરવાહ
રાધનપુર તા. 16 નવેમ્બર, 2019, શનિવાર
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં છેલ્લા એકાદ માસથી
મચ્છરજન્ય રોગચાળાએ માંઝામુકી છે. વાયરલ ફીવર અને ડેન્ગ્યુના દર્દીઓથી ખાનગી અને
સરકારી દવાખાના ઉભરાઇ રહ્યા છે. ત્યારે તાલુકાના દેવ ગામના ૧૦ વરસના બાળકને
ડેન્ગ્યું થતા સારવાર અર્થે અમદાવાદ ખાતે લઇ જવામાં આવેલ જયાં તેનું મોત નીપજ્યું
હતું.
રાધનપુર તાલુકામાં ચોમાસામાં પડેલ અતી ભારે વરસાદને
કારણે ઠેર ઠેર વરસાદી ભરાતા મચ્છરોના ઉપદ્રવ થવા પામ્યો છે. જેના કારણે તાલુકામાં
અને રાધનપુર નગરમાં વાયર ફીવર તેમજ ડેન્ગ્યુંના દર્દીઓના દીન પ્રતી દિન વધારો થઇ
રહ્યો છે. તાલુકાના દેવ ખાતે રહેતા રામજીભાઇ ચૌધરીના ૧૦ વરસના દીકરા ધવલનેપાંચેક
દીવસ અગાઉ તાવ આવતા તેને રાધનપુરની આસ્થા હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવેલ
જ્યાં તેના લોહીના રીપોર્ટ કરાવતા ડેન્ગ્યું થયો હવાનો રોપાર્ટ આવેલ તેની હાલત વધુ
નાજુલ થતા ધવલને પાટણ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવેલ પરંતુ તબીયતમાં સુધારોના
થતા તાત્કાલિક અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડેન્ગ્યુંની સારવાર દરમ્યાન દસ વરસના ધવલનું
તા.૧૫ મીના રોજ અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ડેગ્યુમાં દસ
વર્ષના બાળકનું મોત થયાના સમાચાર દેવ ગામમાં પ્રસરતા ગામમાં તાવના દર્દીઓમાં ફફડાટ
વ્યાપ્યો હતોે. જ્યારે પરિવારના લાડકા દીકરાનું મોત થતા પરીવાર શોકમ્ગન બન્યો હતો. ગામલોકોના
જણાવ્યાનુસાર ગામમાં વીસથી વધારે લોકોને તાવ આવે છે. તમામ તાવના દર્દીઓ આજે સારવાર
લઇ રહ્યા છે.પરંતુ ગામમાં ડેન્ગ્યું કારણે મોત થતા આજે તાવના દર્દીઓમાં ફફડાટ
વ્યાપ્યો હોવાનું ગામના અગ્રણીએ જણાવ્યું હતું.