હાલોલના વરસડા ગામે વજેરી તળાવ પાસે યુવાનની લાશ મળી
હાલોલ તા.18 જુલાઇ 2019 ગુરૂવાર
હાલોલ તાલુકાના વરસડા ગામ ખાત સંબંધીને ઘરે મહેમાન બનીને આવેલા ૩૫ વર્ષીય યુવાનની લાશ વરસડા ગામના વજેરી તળાવની પાળ નીચેથી મળી આવી હતી. બનાવ સંદર્ભે હાલોલ રૃરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હાલોલ તાલુકાના વરસડા ગામ ખાતે રહેતા શૈલેષભાઇ હીરાભાઈ ઘરે ગત તા.૧૫/ ૭/૧૯ના બપોરે ફોઈનો છોકરો રમેશભાઈ પૂંજાભાઈ (ઉ.વર્ષ.૩૫ )મહેમાન બનીને આવ્યો હતો.એક રાતનું રોકાણ કરી બીજા દિવસે હાલોલના તાજપુરા ખાતે ગુરુ પૂણમા હોવાથી દર્શન કરવા ગયો હતો. જે બાદ પરત ૧૭/ ૭/૧૯ ના રોજ સવારે પરત વરસડા શૈલેશભાઇના ઘરે આવ્યો હતો. જેમાં શૈલેશભાઈને નોકરી અર્થે જવાનું હાવાથી રમેશને પોતાના ઘરે મૂકી નોકરી પર ચાલ્યા ગયા હતા. જેમાં રમેશ ૯-૩૦ વાગ્યાની આસપાસ ત્યાંથી નીકળી ગયો હતો.સાંજે શૈલેષભાઈને ફોનથી જાણ થઈ હતી. કે તમારો ફોઈનો છોકરો રમેશ વરસડાના વજેરી તળાવની પાળ નીચે પડેલો છે.
જે અંગેની જાણ થતાં શૈલેષભાઈ તાબડતોડ ઘટના સ્થળે પોતાના સંબંધીઓ તેમજ ગામના લોકો સાથે પહોંચ્યા હતા. જ્યાં જઇ જોતા રમેશ વજેરી તળાવની પાળ નીચે અગમ્ય કારણોસર મરણ ગયેલી હાલતમાં પડેલો હતો.
બનાવ અંગે હાલોલ રૃરલ પોલીસ મથકે જાણ કરાતા પોલિસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી અગમ્ય કારણોસર મરણજનાર રમેશના મોત અંગે ગુનો નોંધી ક્યાં કારણોસર મોત થયું હોવા અંગે તપાસ હાથ ધરી રમેશના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.