વ્યાજે રૂપિયા આપી કોરા સહીવાળા ચેક લઈ ચેક રિટર્ન કરવાવાની ધમકી આપતા વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ
૧૦ હજારની રકમના વ્યાજ સાથે ૮ હજાર ચૂકવ્યા છતાં ૧૫,૭૫૦ રૂપિયા વ્યાજ ખોરે બાકી કાઢ્યા
ગોધરા તા.16 જુલાઇ 2019 મંગળવાર
ગોધરામાં વગર લાયસન્સે ઉંચા દરે જરૃરિયાતમંદ લોકોને નાણાં ધરીને ઉંચુ વ્યાજ ગણીને ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ દાખલ કરી જેલમાં પૂરાવવાની ધમકી આપતા વ્યાજખોર સામે ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. કેટલાક જરૃરિયાતમંદ લોકોને પૈસા ઉંચા વ્યાજે ધિરાણ આપ્યા બાદ ચેક રિટર્નના કેસ પણ કર્યા હોવાનું બહાર આવ્યું છે.
મળતી વિગતો અનુસાર રાકેશ હસમુખલાલ પટેલે આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ,ગોધરાના બામરોલી રોડ ખાતે રહેતા મોતીલાલ અર્જુનદાસ દોલાણી (વૃદાવન નગર -૨) પાસે થી રૃ,૧૦,૦૦૦ વ્યાજે લીધા હતા . રોજના ૫૦૦ લેખે ૧૩ દિવસના ૬૫૦૦ રૂપિયા ચૂકવી આપ્યા હતા છતાં તેને આપેલી ડાયરીમાં ૧૩ દિવસના ૧૫૦૦ રૃપિયા વ્યાજ કાપીને તા.૨૫/૮/૨૦૧૫ ના રોજ રૃપિયા ૫૦૦૦ ની એન્ટ્રી કરતા વ્યાજખોર મોતીલાલે તેને જણાવ્યું હતું કે આ વખતે પહેલા કરતા થોડું વ્યાજ ગણવામાં આવ્યું છે. ઉપરાંત રાકેશને બેંકમાં જઈ એકાઉન્ટ ખોલાવી તારીખ લખ્યા વગર ચેક ઉપર સહી કરી ચેક આપવા જણાવ્યું હતું.
આથી હસમુખભાઈ પટેલે રકમ લખ્યા વગરનો કોરો ચેક મોતીલાલે તેઓની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી લખાવી લીધેલો હતો. રાકેશે વ્યાજ સહિત કુલ રૃા. ૮૦૦૦ ચૂકવી આપ્યા હતા છતાં મોતીલાલે રૃ,૧૫,૦૦૦ અને વ્યાજ રૂ.૭૫૦ ની એન્ટ્રી કરી હતી.
જેથી તેનો ખુલાસો માંગતાં મોતીલાલ ગુસ્સે ભરાયો હતો 'તું વધારે ડાહ્યો ન બન તારા પિતાએ વ્યાજે લીધેલા રૃપિયા હજુ મને આપ્યા નથી.તારો સહી વાળો કોરો ચેક મારી પાસે છે તે બેંકમાં લખીને નાખીને રીટર્ન કરાવી તને જેલની હવા ખવડાવીશ' તેવી ધમકી આપી હતી . વ્યાજખોર ડાયરીમાં સ્વહસ્તાક્ષરમાં મુદ્દલ તથા વ્યાજની ખોટી ગણતરી કરી રકમોની એન્ટ્રી કરતો હતો.
રોજ ના રૂ.૫૦૦ લેખે લઇ જતા એન્ટ્રી ન કરી સતામણી કરતો હોવાનું બહાર આવ્યું છે. રાકેશ પટેલની જાણ બહાર અલ્કેશ ભાટિયા નામના વ્યક્તિનો ચેક રૂ,૨,૭૫,૦૦૦ નો ભરી રાકેશના બેંક એકાઉન્ટમાં નાખી ખોટું રેકર્ડ ઉભું કરી અન્ય લોકોને પણ લાયસન્સ વગર નાણાં ધીર્યા હોવાનું બહાર આવતા પોલીસે વ્યાજખોર મોતીલાલ દોલાણી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
ગોધરા શહેરમાં જરૃરિયાતમંદ લોકોને ઉંચા વ્યાજે નાણાં ધિરાણનો ધંધો ધમધમી રહ્યો છે .મોટાભાગના વ્યાજખોરો લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરી રહ્યા છે.વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અનેક લોકો એવા છે કે ,જેવો દમ ઘૂંટી રહ્યા છે ગોધરાના એક મોટા ગજાના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે .
-વ્યાજના ચક્કરમાં દુકાન વેચી છતાં વ્યાજ ભરી ન શક્યો
મોતીલાલે ઘનશ્યામ પ્રતાપભાઈ ભાટિયા (રહે,શ્રીજી પાર્ક સોસાયટી ગોધરા)પાસે ઉંચા વ્યાજે રૃપિયા ધિરાણ આપી કબૂલાત પેટે તેના કોરા ચેક લઈ લીધો હતો અને ઘનશ્યામભાઈની દુકાને દાઢી, વાળ, મસાજ મફતમાં કરાવી રોજે રોજનું વ્યાજ લઈ તેની કોઈ એન્ટ્રી ન કરી વ્યાજનું વ્યાજ લેતા તેઓ એ તેમની દુકાન પણ વેચી નાખવી પડી હતી છતાં તેનું વ્યાજ તે ચુકતે કરી શક્યો નથી.
આ ઉપરાંત ધુ્રમિલ મયુરભાઈ શાહ (રહે,મજંમુદ્દાર ફળિયું ગોધરા) તથા ઉર્વશીબેન શૈલેષકુમાર સોની (રહે,સોનીવાડ ગોધરા) ેના છોકરા ભરતભાઈ શૈલેષકુમાર સોનીને પણ ઉંચા વ્યાજે કોરા ચેક લઈ લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાદક દિનેશભાઇ સોનીને ચેક રિટર્નના કેસમાં સજા કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.