પાવાગઢ સાત કમાન ઐતિહાસિક સ્થાપત્ય પાસે જમીનમાં દિવાલ નીચે માટીમાં દટાયેલો દરવાજો મળ્યાે
-ભારતીય પુરાતત્વ વિભાગે ગેટ ની અંદરથી મળેલા ભોંયરાઓનો ગુપ્ત માર્ગ ક્યાં સુધી જાય છે તેનું સંશોધન
હાલોલ તા.23 નવેમ્બર 2019 શનિવાર
ગુજરાતમાં પાવાગઢ ખાતે આવેલા વર્લ્ડ હેરિટેજ સાઈટ માં આવેલા ભારતીય પુરાતત્વ વિભાગના તાબા હેઠળ આવતા સ્થાપત્યો પૈકી પાવાગઢ ડુંગર આવેલા માંચીથી તળેટી તરફ જતા એક કિલોમીટર દૂર આવેલા સાત કમાન ઐતિહાસિક સ્થાપત્ય નજીક જમીનમાં દબાયેલી એક દિવાલ નીચે પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કરી સંશોધન હાથ ધરતા માટીમાં ગરકાવ થઈ ગયેલો એક ઐતિહાસિક ગેટ મળી આવ્યો છે.
જેના અંદર બંને બાજુ ભોંયરાઓ જણાઈ આવે છે. જ્યારે ગેટની બહારના ભાગે પિલલરો પર દેવી-દેવતાઓના મૂતઓ મૂકવા માટેના ગોખલાઓ મળી આવ્યા છે.ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ગેટ ની અંદર થી મળી આવેલા ભોંયરાઓ જે તે સમયનો ગુપ્ત માર્ગ ક્યાં સુધી જાય છે તેનું સંશોધન હાથ ધર્યું હોવાનું ભારતીય પુરાતત્વ વિભાગના સ્થાનિક સંરક્ષક દ્વારા જણાવાઈ રહ્યું છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નું આધ્યાત્મિક તેમજ ઐતિહાસિક મહત્વ વિશેષ છે .જેને લઇ યુનોસકો દ્વારા પાવાગઢ ખાતે આવેલા વૈશ્વિક વિરાસતના અદભુત સ્થાપત્યો 2004 માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે .હાલમાં પાવાગઢ ખાતે 114 સ્થાપત્યો આવેલા છે .જેમાંથી 39 સ્થાપત્યો ભારતીય પુરાતત્વ વિભાગનાં તાબા હેઠળ આવે છે. જ્યારે 75 સ્થાપત્ય રાજ્ય સરકારના તાબા હેઠળ આવે છે.
ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ સ્થાપત્ય સમય અંતરે ઉત્ખનન કરી સંશોધન કરવામાં આવે છે. જે અંતર્ગત સાત કમાન નજીક આવેલી એક દિવાલનું સમારકામ હાથ ધરી દિવાલ બાજુવાળા ભાગનું ખોદકામ શરૃ કરવામાં આવ્યું હતુ.જેમાં જમીનમાં 10 થી 15 ફૂટ ઊંડાઈમાં એક ગેટ છુપાયેલો ખૂપાયેલો મળી આવ્યો જ્યારે તેની બંને બાજુ અંદરના ભાગે જે તે સમયના રાજવીઓ દ્વારા બનાવવામાં આવેલા ગુપ્ત માર્ગના ભોંયરાઓ એટલે કે બંકરો જે કટોકટીના સમયે બહાર જવા માટે બનાવવામાં આવ્યા હતા જે મળ્યા છે .
હાલમાં આ બંકરો ક્યાં સુધી છે. તે જાણવા મળ્યું નથી .તે જાણવા માટે પુરાતત્વ વિભાગ દ્વારા વધુ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે જ્યારે મળી આવેલા ગેટના પિલલરો પર દેવી-દેવતાઓની મૂતઓ મૂકવાના ગોખલાઓ નીકળ્યા છે .જેના પરથી મળી આવેલા ગેટ ક્યારનો છે. અને શેના માટે નો છે. તેની ચકાસણી કરવાની કવાયત પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરી છે.
જ્યારે સાત કમાનને ફરતે બનાવવામાં આવેલા કોટની દિવાલ વધુ વરસાદના પાણીને લઈ થોડી ક્ષતિગ્રસ્ત થઈ હતી જેને દુરસ્ત કરતા દિવાલમાં ઉપયોગમાં લેવામાં આવેલા પથ્થરોના અંદરના ભાગમાં અમુક પથ્થરોમાં દેવી-દેવતાઓની મૂતઓ હોવાનું જણાઈ આવતા દેવી-દેવતાઓની મૂતઓ સુરક્ષિત ઉતારી તેની જગ્યાએ અન્ય નવા પથ્થરો મુકવામાં આવી રહ્યા છે. કોટની દિવાલમાં મળી આવેલી દેવી-દેવતાઓની મૂતઓને પાવાગઢ ખાતે આવેલી ભારતીય પુરાતત્વ વિભાગની કચેરી ખાતે સુરક્ષિત મૂકવામાં આવી છે.