પોર તા.17 જુલાઇ 2019 બુધવાર
વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે રૂપિયા સાત લાખ ઉપરાંતના ચોરીના લોખંડનો ભંગાર ભરેલી ટ્રક સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા.
મળતી માહિતી મુજબ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ વરણામાં પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રકમાં લોખંડની એંગલો સળિયાનું જૂનું ભંગાર ભરેલું છે.
જે ટ્રકને પોલીસે અટકાવી ટ્રક ચાલક હુસૈનઅલી સૈયદ અલી સૈયદ (રહે. ઇસ્માઈલ નગર આણંદ) તથા ક્લીનર ગોપાલ પૂનમ ઠાકોર (રહે સીવાલિયા મહોલ્લો, અંજડ, એમ પી) ટ્રકમાં ભરેલા લોખંડના ભંગાર બાબતે બિલ તથા આધાર પુરાવા માંગતા તેઓ ઉડાઉ જવાબ આપતા હતા.
તેઓની પોલીસે ધરપકડ કરી ટ્રકમાં ભરેલા લોખંડના ભંગારની રૂ. ૭,૮૨,૮૨૦, ટ્રક રૂ.૨,૫૦,૦૦૦, ટ્રક ચાલક તેમજ ક્લિનરની અંગ ઝડતીમાંથી મળેલા મોબાઇલ નંગ ૨ રૃપિયા ૫,૫૦૦ મળી કુલ રૂ. ૧૦,૩૮,૩૨૦ નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક તથા ક્લીનર વિરૃદ્ધ વરણામા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલા છે.


