UAEએ વિદેશમાં વસતા ભારતીયો માટે પણ વિઝા ઓન-અરાઈવલ સુવિધા શરૂ કરી, જાણો નિયમ-શરતો
UAE Visa On Arrival: યુએઈએ ફરવા જવા માગતાં ભારતીયો માટે વિઝા ઓન અરાઈલ પ્રોગ્રામનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. સિંગાપોર, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, અને કેનેડામાં વસતાં ભારતીયોને પણ યુએઈમાં વિઝા ઓન અરાઈવલ સુવિધા મળશે. યુએઈના એન્ટ્રી પોઈન્ટ્સ પર જે ભારતીયો પાસે આ છ દેશઓના માન્ય વિઝા, PR, કે ગ્રીન કાર્ડ હશે તેઓને વિઝા ઓન અરાઈવલ મળશે.
યુએઈના ઓથોરિટીના ડિરેક્ટર જનરલ સુહૈલ સૈયદ અલ ખૈલીએ જણાવ્યું હતું કે, અબુધાબી અને નવી દિલ્હી વચ્ચે લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદારીને સંરેખિત ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ સુવિધાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ સુવિધા 16 ફેબ્રુઆરી, 2025થી શરૂ થઈ ચૂકી છે. યુએઈમાં મુસાફરી કરવા, રહેવા તેમજ રોજગારની તકોને આવરી લેવાના હેતુ સાથે ભારતીય નાગરિકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
માપદંડો
વિઝા ઓન અરાઈવલ પ્રોગ્રામમાં જે ભારતીય પાસે ઓછામાં ઓછી છ મહિનાની મુદ્દત ધરાવતો માન્ય પાસપોર્ટ હશે તેને વિઝા મળશે. આ સિવાય સિંગાપોર, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, કેનેડા, અમેરિકા અને યુરોપિયન દેશો, તથા યુકેના માન્ય વિઝા, PR, ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોને પણ યુએઈના વિઝા ઓન અરાઈવલ મળશે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં વહેલી પરોઢે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકોએ ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી
વિઝા ફી
યુએઈએ ભારતીય મુસાફરો માટે સામાન્ય વિઝા ફી પર ત્રણ કેટેગરીમાં વિઝા ઓન અરાઈવલ શરૂ કર્યા છે. જેમાં ચાર દિવસના વિઝા માટે અંદાજે રૂ. 2270 (100 દિર્હમ), જ્યારે 14 દિવસની મુસાફરી માટે રૂ. 5670 (250 દિર્હમ) અને 60 દિવસના વિઝા માટે રૂ. 5670 (250 દિર્હમ) વિઝા ફી નિર્ધારિત કરવામાં આવી છે.