For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ન્યુજર્સીમાં દેશ બહાર પ્રથમ ભવ્ય અક્ષરધામની ભેટ અમેરિકાના ભક્તોને આપી

Updated: Dec 21st, 2022

Article Content Image

પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દેશમાં ગાંધીનગર અને દિલ્હીમાં અક્ષરધામના ભવ્ય મહામંદિર તૈયાર કરાયા છે. સાથેસાથે વિદશનું સૌથી મોટું હિંદુ મંદિર તેમણે અમેરિકાના ન્યુજર્સીની ધરતી પર બનાવ્યું છે. જેને અક્ષરધામનું બિરૂદ અપાયું છે. વર્ષ ૧૯૯૭માં પ્રમુખસ્વામી મહારાજ ન્યુજર્સી ખાતે વિચરણમાં હતા ત્યારે તેમણે અમેરિકા સૌથી મોટુ શિખરબંધ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. પ્રમુખસ્વામી કાયમ કહેતા વિદેશમાં મંદિરનો સંકલ્પ ગુરૂ શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજનો છે. જે પૂર્ણ કરવો જ રહ્યો . જે બાદ વર્ષો સુધી જમીન પસંદ કરવાની કવાયત ચાલી અને વર્ષ ૨૦૧૦માં રોબીન્સવીલેમાં જમીન મળતા ભારત બહારના અક્ષરધામનું ભૂમિપુજન થયું અને વર્ષ ૨૦૧૪માં સ્વયં પ્રમુખસ્વામી મહારાજે ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરી.  આ મંદિર આજે માત્ર સમગ્ર અમેરિકાના હરિભક્તો જ નહી પણ અમેરિકામાં વસતા હિંદુંઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

મીડલ ઇસ્ટમાં પ્રમથ હિદું મંદિરનો પ્રમુખ સ્વામીનો સંકલ્પ અબુધાબીમાંપૂર્ણ થયો

મીડલ ઇસ્ટના મુસ્લિમ દેશોમાં હિંદુ મંદિર હોવું તે સનાતન હિંદુ ધર્મ માટ ગર્વની બાબત છે. પરંતુ, વર્ષ ૨૦૦૧માં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે યુએઇની મુલાકાતે ગયા ત્યારે મીડલ ઇસ્ટમાં એકપણ હિંદું મંદિર ન હોવાને કારણે તે સતત વિચારતા કે મીડલ ઇસ્ટમાં રહેતા હિંદુઓ માટે અહીયા એક મંદિર હોવું જોઇએ. જે માટે તેમણે મંદિરનોે સંકલ્પ કર્યો હતો કે અહીયા શીખરબંધ મંદિર બનશે. જે સકલ્પ  વર્ષ ૨૦૧૭માં પૂર્ણ થયો. જેમાં યુએઇના કલ્ચરલ , યુથ અને સામાજીક વિકાસ વિભાગના મંત્રી શેખ નહ્યાને બીએપીએસના સંતોને બોલાવીને કુલ ૧૩.૫ એકર જમીન ફાળવી હતી. પરતું, આ દરમિયાન વિદેશ મંત્રી  શેખ અબદુ્લ્હા બીન જયાદ નહ્યાન દિલ્હી અક્ષરધામની મુલાકાતે ગયા ત્યારે મંદિર અને ગાર્ડન તેમજ અધ્યાત્મ નો સમન્વય જોઇ અભિભૂત થયા હતા.  બાદમાં તેમણે બીએપીએસને ભવ્ય મંદિર માટે પાર્કિંગ તેમજ અન્ય સુવિદ્યા માટે વધારાની  જમીન મળીને કુલ  ૩૮ એકર જેટલી જમીન બીએપીએસ સંસ્થાને ે જમીન ભેંટ આપી હતી. જ્યારે યુએસઆઇના ક્રાઉન પ્રિન્સ હમદ બીન ંમોંહદમ અલ મકદુને  શિખર બંધ મંદિર  માટે ખાસ આગ્રહ હતો.  આમ ,સનાતન ધર્મા માટે પ્રથમ હિદુ મંદિરનો બનાવવામાં પ્રમુખસ્વામીનો સકંલ્પ રહેલો છે.

Gujarat