Get The App

બે એરિયામાં પ્રખર તત્વજ્ઞાાની પૂ. ગુરુદેવ શ્રી રાકેશભાઈ ઝવેરીને સાંભળવા શ્રધ્ધાળુઓ ઉમટયા

Updated: Jul 14th, 2019

GS TEAM

Google News
Google News
બે એરિયામાં પ્રખર તત્વજ્ઞાાની પૂ. ગુરુદેવ શ્રી રાકેશભાઈ ઝવેરીને સાંભળવા શ્રધ્ધાળુઓ ઉમટયા 1 - image


બેએરિયા, તા. 8 જુલાઈ 2019, સોમવાર

સાનફ્રાન્સિસકો સેન્ટર ઓફ શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર સાનફ્રાન્સિસકો રાજ પરિવાર)ના ઉપક્રમે પૂ. ગુરુદેવ શ્રી રાકેશભાઈ સાથે સત્સંગને માણવા ૨૮ અને ૨૯ જૂન, ૨૦૧૯ના રોજ કાર્યક્રમનું ભવ્ય આયોજન મિલપિટાસ નગરના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સાકાર થયું.

મનુષ્ય જન્મ, મુમુક્ષતા અને મહાપુરુષનો સમાગમ એ ત્રણેય દુર્લભ વસ્તુઓનો મર્મ સમજાવી જ્ઞાાનનો પ્રકાશ પાથરવા પૂ. ગુરુદેવ શ્રી રાકેશભાઈ ઝવેરી નોર્થ અમેરિકા ધર્મયાત્રા અર્થે ૪ દિવસ માટે સાન ફ્રાન્સિસકો પધારતા સર્વ મુમુક્ષુઓ આનંદવિભાર થઈ ગયા અને ચારેય દિવસો ઉત્સવની જેમ ઉજવ્યા. બે દિવસના સત્સંગ-પ્રવચન દરમ્યાન પૂ. ગુરુદેવશ્રીનો યુવાનો, પ્રૌઢ સર્વે સાધકોને પ્રોત્સાહિત કરતો સુંદર અને સફળ જીવન જીવવાનો ચાવી રૂપ ધર્મ સમજાવતો સચોટ સંદેશ સર્વેના દિલોને સ્પર્શી ગયો.

સત્સંગ એ ભગવાન તરફથી મળેલ આમંત્રણ છે. સત્સંગ જીવનના રાહને યોગ્ય વળાંક આપે છે. તમે જ તમારા જીવનના ઘડવૈયા છો. તત્કાલ તો તમે તમારી જાતને ઓળખો - તેને સુધારવાનું બળ તો તમારા દોષો જાણશો ત્યારે તે બળ આપશે. 'સાધકનું ભાષાંતર' વિષયે તેમણે ખુબ સરળ ભાષામાં અતિ ગહન તત્વજ્ઞાાનનો મર્મ સમજાવતાં કહ્યું કે ગુજરાતીમાંથી ગુજરાતીમાં ભાષાંતર નહીં ભાવાંતર કરો. પૂ. ગુરુદેવશ્રીએ જણાવ્યું કે તમારે તમારી જીંદગીને બદલાવ આપવા ભાગ્યને બદલવાનું છોડી જીંદગી જીવવાનો અભિગમ બદલો. જીંદગી પ્રત્યેનો પોઝીટીવ અભિગમ અને મનનું સતત પોઝીટીવ પ્રોગામીંગ જીવન જીવવાની જડીબુટ્ટી છે.

ફક્ત પોતાના પ્રત્યેનો અભિગમ બદલવો એટલો જરૂરી છે જેટલો બીજા પ્રત્યેનો તમારો અભિગમ બદલવો તે છે.

જીંદગી તરફ આધ્યાત્મિક અભિગમનો બદલાવ, માફી આપી તમારા ભૂતકાળને બદલવાનો અભિગમ, વર્તમાન સમય-સંજોગોનો સ્વીકાર કરી વર્તમાનને બદલવાનો અભિગમ, આશામાં શ્રધ્ધા રાખી ભવિષ્યને બદલવાનો અભિગમ, આંર્તદ્રષ્ટા બની પોતાની જાતને બદલવાનો અભિગમ, પ્રેમથી કુટુંબને જીતવાનો અભિગમ, સર્વે પ્રત્યે આપવાનો અભિગમ અને પ્રભુ પામવાં પ્રેમ-વિશ્વાસનો અભિગમ તેમણે દ્રષ્ટાંત આપી સમજાવ્યો હતો.

બે દિવસના પ્રવચન બાદ પૂ. શ્રી ગુરુદેવની નિશ્રામાં રમતગમત- નિરાંતની મસ્તી-પિકનીકનો આનંદ માણવાની સોનેરી તક મુમુક્ષુઓએ કેલિફોર્નિયાના વુડસાઇડ શહેરના હુડાર્ટ પાર્કમાં ઝડપી લીધી અને મન મુકીને માણી.

Tags :