Updated: Nov 24th, 2022
શિકાગો, તા. 24 નવેમ્બર,
2022
ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્ (FIA) દ્વારા તેની વાર્ષિક બોર્ડ મીટિંગ અને દિવાળી સેલિબ્રેશનનું આયોજન બિગ સુચિર રેસ્ટોરન્ટ, ડાઉનર્સ ગ્રીવ IL ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ૧૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા. FIA ટીમ તેમજ સલાહકાર બોર્ડના સભ્યો FIA ટીમ ૨૦૨૩નું નેતૃત્વ ઇનકમિંગ પ્રેસિડેન્ટ વિનીતા ગુલાબાની દ્વારા કરવામાં આવ્યું હતું. જેને 100 થી વધુ લોકો દ્વારા સમર્થન મળ્યું હતું. જેમાં એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો, ડિરેકટર્સ અને સલાહકાર બોર્ડનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ચેરમેન સુનિલ શાહ અને સ્થાપક સભ્યો નીલ ખોટ, મુકેશ શાહ, ધીતુ ભગવાકર અને વર્તમાન પ્રમુખ હિતેશ ગાંધીએ કરી હતી. રિચા ચંદાની જનરલ સેક્રેટરીએ વર્ષ ૨૦૨૨માં FIA ની સિધ્ધિઓની રૂપરેખા આપી આભાર માન્યો હતો. ત્યારબાદ તેણીએ સંસ્થાપક પ્રમુખ અને અધ્યક્ષ સુનિલ શાહને સભાને સંબોધવા કહ્યું હતું. સ્થાપક પ્રમુખ સુનિલ શાહે મંચ સંભાળ્યો હતો અને વર્ષ ૨૦૨૨ પાછળની સફળતાઓની રૂપરેખા આપી હતી.
સંસ્થાપક
સભ્યો નીલ ખોટ,
મુકેશ શાહ, ધીતુ ભગવાકરે ૨૦૨૨ની ટીમનો આભાર માન્યો
હતો અને વર્ષને જબરદસ્ત સફળ બનાવવા માટે ટીમના કાર્યની પ્રસંશા કરી હતી. FIA
ના
ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શ્રીમતી રીટા શાહે પ્રમુખ હિતેશ ગાંધી અને તેમની ટીમને અભિનંદન
પાઠવ્યા હતા. નવા આવનારા પ્રમુખ તરીકે વિનીતા ગુલાબાનીનું સ્વાગત કર્યું હતું. પ્રમુખ
શિતલ દફતરી, ડાયરેકટર ગણેશ કર, જનરલ
સેક્રેટરી રિચા ચંદ અને ખજાનચી વૈશાલ તલાટી તેમની સિદ્ધિઓ માટે આભાર માન્યો હતો. ત્યારબાદ
સંસ્થાપક પ્રમુખ સુનીલ શાહે ટીમ ૨૦૨૩ની જાહેરાત કરી હતી.