ન્યૂ જર્સીમાં 2000થી વધુ હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યોન્યુ જર્સી, 16 નવેમ્બર, 2022, બુધવાર

 

દેશમાં 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે . જેના ભાગરૂપે અમદાવાદના પશ્ચિમ છેડે આવેલ સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની ભૂમિ પર 'પ્રમુખસ્વામી મહારાજ નગરનું' નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વારો અને પ્રમુખસ્વામી મહારાજની  વિશાળ પ્રતિમા બનાવવામાં આવી રહી છે. 

 


માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ કેટલીક જગ્યાએ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, તો કેટલીક જગ્યાએ મહોત્સવની અત્યારથી જ ઉજવણી શરૂ થઈ ગઈ છે. અમેરિકા ખાતે આવેલ ન્યુ જર્સી રાજ્યના જર્સી શહેરમાં પ્રમુખસ્વામી મહારાજની ડિસેમ્બરમાં ઉજવવાની 100મી વર્ષગાંઠના અવસરને લઈ,  સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2000થી વધુ ભક્તો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ડૉ. જયેશભાઈ પટેલ, અનિલભાઈ, ભાવેશ પટેલ સહિત ન્યુ જર્સીના અંથોનિયો, પીટર, સ્ટીવ, પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે પ્રેરણાત્મક વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ, બીએપીએસના સાધુઓ, ભક્તો અને વિદેશી લોકોએ સાથે મળીને ન્યુ જર્સીમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી હતી.


નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.

સંપર્ક: gsns.global@gmail.com

Mo.No. +91-8799236060City News

Sports

RECENT NEWS