Updated: Nov 25th, 2022
ડલાસ, તા. 25
નવેમ્બર, 2022
DFW ખડાયતા પરિવાર (DFWKP) દ્વારા તારીખ 6 નવેમ્બર, 2022ના રોજ મીનરવા બેન્કવેટ હોલ, પ્લેનો, ટેકસસમાં કોટર્યક ઉજાણી/દિવાળી ડિનરનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 175 ખડાયતા પરિવારજનોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો. શરૂઆતમાં DFWKP પ્રેસિડન્ટ કનુ શાહ અને જીજ્ઞા શાહે બધાનું હૃદયપૂર્વક સ્વાગત કર્યુ હતું.
કાર્યક્રમની શરૂઆત કોટર્યક પ્રભુની આરતી કરીને
કરવામાં આવી હતી. જીજ્ઞા શાહ અને કમિટી મેમ્બર્સ દ્વારા વિવિધ નાસ્તા અને મીઠાઈઓનું
આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બધાએ
આસ્વાદ માણ્યો હતો. કલ્ચરલ પ્રોગ્રામમાં વિવિધ પર્ફોમન્સીસ રજુ કરવામાં આવ્યા હતા.
કલ્ચરલ પ્રોગ્રામનું સંચાલન નીરવા શાહે કર્યું હતું. પ્રેસિડન્ટ કનુ શાહે દરેક
પરિવારજનો, વોલન્ટીયર્સ, ડોર્નસ
અને કમિટી મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.