Updated: Nov 23rd, 2022
શિકાગો, તા.23
નવેમ્બર,2022
ઇન્ડિયન સિનિયર ઓફ શિકાગોની જનરલ મીટિંગ નવેમ્બર 12, 2022ને શનિવારના રોજ સવારે 11:30 કલાકે માનવસેવા મંદિરના હોલમાં મળી હતી. જેમાં ૧૭૦ જેટલા સભ્યોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કારોબારી કમિટીના સભ્ય બીપીનભાઈ શાહે સફળતાપૂર્વક કર્યું હતું.
પ્રારંભમાં ભુપેન્દ્ર સુથાર, ગીતા સુથાર, સરોજ પટેલ, ઉષા સોલંકી અને પન્ના શાહે ગણેશ સ્તુતિ અને સર્વ ધર્મ પ્રાર્થના ગાઈ હતી. ત્યારબાદ સર્વ સભ્યોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. મંત્રી શ્રી હીરાભાઈ પટેલે ઓક્ટોબર મહિનાની આવક જાવકનો હિસાબ રજૂ કર્યો હતો અને સંસ્થાને ડોનેશન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓના નામોની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે અમેરિકામાં નવેમ્બરના ચોથા ગુરુવાર એટલે 24 નવેમ્બર, 2022ના રોજ થૅન્ક્સગિવિંગ ડે ઉજવવામાં આવશે. આ દિવસે સમગ્ર અમેરિકામાં રાષ્ટ્રીય રજા હોય છે. આ દિવસે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે મળીને પરંપરાગત વાનગીઓ બનાવી એક સાથે ભોજન કરે છે. ઉપરાંત તેઓ ગત વર્ષ દરમિયાન દેશમાં થયેલ ઊપજ અને તેમને મળેલ આશીર્વાદ અંગે આભાર વ્યક્ત કરી, જીવન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી આ દિવસની ઉજવણી કરે છે. અમેરિકામાં રહેતા ભારતીયો માત્ર ભારતીય તહેવારો જ નહીં, થૅન્ક્સગિવિંગ ડે જેવા દિવસોની પણ ધૂમધામથી ઉજવણી કરે છે.