Get The App

બ્રિટનમાં ૪૮ મહિલાઓનું જાતીય શોષણ કરનારો ભારતીય મૂળનો ડોક્ટર દોષી ઠર્યો

ડોક્ટર દર્દીઓને કહેતો હતોઃ 'સેક્સ સૌથી અસરકારક દવા છે!

૭૨ વર્ષના કૃષ્ણવલ્લ્ભ પ્રસાદ સિંહ સામે ૧૯૮૩થી ૨૦૧૮ દરમિયાન અસંખ્ય મહિલાઓનું જાતીય શોષણ કર્યાનો આરોપ લાગ્યો હતો

Updated: Apr 16th, 2022

GS TEAM

Google News
Google News
બ્રિટનમાં ૪૮ મહિલાઓનું જાતીય શોષણ કરનારો ભારતીય મૂળનો ડોક્ટર દોષી ઠર્યો 1 - image




ભારતીય મૂળના ડોક્ટર સામે જાતીય શોષણના ૪૮ આરોપો લાગ્યા હતા. ૭૨ વર્ષીય ડોક્ટર કૃષ્ણવલ્લભ પ્રસાદ સિંહ આ કેસમાં દોષી ઠર્યો હતો. તેને આવતા મહિને સજા સંભળાવવામાં આવશે. ૧૯૮૩થી ૨૦૧૮ દરમિયાન ભારતીય મૂળના આ ડોક્ટરે અસંખ્ય મહિલાઓનું જાતીય શોષણ કર્યું હતું.
ભારતીય મૂળના ડોક્ટર કૃષ્ણવલ્લભ પ્રસાદે ૧૯૭૪માં પટણા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી અને પછી એ બ્રિટનમાં સ્થાઈ થઈને પ્રેક્ટિસ શરૃ કરી હતી. ૧૯૭૬થી બ્રિટનમાં રહેતા આ ડોક્ટર સામે ૨૦૧૮માં ગંભીર આરોપો લાગ્યા હતા. ૧૯૮૩થી ૨૦૧૮ દરમિયાન આ ડોક્ટરે ૪૮ મહિલાઓનું જાતીય શોષણ કર્યું હતું. ૪૮ મહિલાઓએ ડોક્ટર સામે જાતીય શોષણની ૫૪ ફરિયાદો નોંધાવી હતી.  આરોપો લાગ્યા તે પછી બ્રિટિશ જનરલ મેડિકલ કાઉન્સિલે ડોક્ટર પર પ્રેક્ટિસનો પ્રતિબંધ મૂક્યો હતો. ડોક્ટરે તમામ આરોપોને નકારી દીધા હતા.
એ કેસ ગ્લાસ્ગો હાઈકોર્ટમાં ચાલ્યો હતો. હાઈકોર્ટના ન્યાયધીશોએ ડોક્ટરને દોષી ઠેરવીને સજા આપવાની જાહેરાત કરી છે. મી ટુ મૂવમેન્ટ શરૃ થઈ તે વખતે ડોક્ટર સામે પહેલી વખત ફરિયાદ ઉઠી હતી. મહિલાઓએ આરોપો લગાવ્યા હતા કે આ ડોક્ટર તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે. એ પછી ઘણી મહિલા દર્દીઓએ તેની સામે ફરિયાદ દાખલ કરી હતી. ડોક્ટરે ૪૮ મહિલાઓનું જાતીય શોષણ કર્યું હોવાનો અહેવાલ પોલીસે આપ્યો હતો. એમાં ટીનેજરનો પણ સમાવેશ થતો હતો.
મહિલાઓએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર તેમની સારવાર દરમિયાન વિચિત્ર માગણી કરતો હતો. ભારતીય મૂળનો આ ડોક્ટર કહેતો હતો કે સેક્સ જ સૌથી મોટી દવા છે. પીડિત મહિલાઓના આરોપ પ્રમાણે આ ડોક્ટર સારવાર દરમિયાન સ્કર્ટમાં હાથ નાખતો હતો. અયોગ્ય રીતે પરીક્ષણ કરતો અને ખોટી જગ્યાએ કિસ પણ કરતો હતો. સારવાર દરમિયાન મહિલાઓને ખરાબ કોમેન્ટ પણ આપતો હતો.

Tags :