Indian Origin Shot Dead in America: અમેરિકામાં એક ભારતીય મૂળના કૈથોલિક પાદરીની તેમના પૈરિશ રેક્ટરીમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ. હત્યાકાંડની ઘટના કૈનસસના સેનેકા શહેરમાં બની. પાદરીની હત્યા મામલે એક શંકાસ્પદ ગૈરી હર્મેશની ઓક્લાહોમાથી ધરપકડ કરાઈ છે. પાદરી 2011થી સેનેકામાં સેન્ટ્સ પીટર અને પોલ કેથોલિક ચર્ચમાં પાદરી હતા.
નેમાહા કાઉન્ટી શેરિફ કાર્યાલયે જણાવ્યું કે, ઘટના ગુરુવાર બપારે બની હતી. સેનેકામાં સેન્ટર પીટર એન્ડ પોલ કેથોલિક ચર્ચમાં રેક્ટરીની બહાર પાદરી અરૂણ કૈરાસાલા (57) ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. ચર્ચના અધિકારીઓએ પાદરીને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. કેનસસ સિટીના આર્ચડાયોસિસના આર્કબિશન જોસેફ નૌમાનની એક ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે, ફાધર અરૂણ કૈરાસાલાના દુઃખદ અવસાનની માહિતી શેર કરતા મને ખુબ દુઃખ થઈ રહ્યું છે, જેમની આજે સવારે ગોળી મારીને હત્યા કરી દેવાઈ.


