Get The App

જાણ કર્યા વિના બોર્ડર ઓળંગવાની ભૂલ ન કરતા! ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સૌથી મોટા સમાચાર

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
Indian Embassy Tehran Advisory

Indian Embassy Tehran Advisory : મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસની એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું છે કે, એમ્બેસીને જાણ કર્યા વિના સરહદ ઓળંગવાનો અથવા જમીન માર્ગે ઈરાન છોડવાનો પ્રયાસ કરવો નહીં. એડવાઇઝરીમાં હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે.

ઈરાનમાં ભારતીય દૂતાવાસની એડવાઇઝરી જાહેર કરી

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોમવારે(16 માર્ચ, 2026) ઈરાનમાં વસતા ભારતીય નાગરિકો માટે ફરી એકવાર એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકોને કડક સૂચના આપવામાં આવી છે કે, તેઓ દૂતાવાસને જાણ કર્યા વિના ઈરાનની સરહદ ઓળંગવાનો પ્રયાસ ન કરે.

એડવાઇઝરીમાં શું જણાવ્યું?

એડવાઇઝરીમાં જણાવાયું છે કે, અમે ભારતીય સમુદાયના લોકો સાથે સતત સંપર્કમાં છીએ અને જરૂર પડ્યે સાથે મળીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે ભારતીય નાગરિકો દૂતાવાસની જાણ બહાર જમીન માર્ગે ઈરાન છોડવાનો પ્રયાસ કરશે, તેમને ગંભીર મુશ્કેલીઓ અને ઈમિગ્રેશનને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કોઈ વ્યક્તિ માહિતી આપ્યા વિના ઈરાન છોડી દેશે, તો દૂતાવાસ તેમને મદદ કરી શકશે નહીં.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધ વચ્ચે 'સંકટમોચન' બન્યો આ દેશ! 550 ભારતીયોની ઘરવાપસી, જયશંકરે માન્યો આભાર

ઇમરજન્સી હેલ્પલાઇન

ફોન: +98 912 810 9115, +98 912 810 9102, +98 912 810 9109, +98 993 217 9359

ઈમેઇલ: cons.tehran@mea.gov.in