Get The App

દીકરીના લગ્ન કરાવ્યાં પ્રાઈવેટ જેટમાં એ પણ ચાલુ ઉડાને, UAEના ભારતીય બિઝનેસમેને કરી ઈચ્છા પૂરી

એક બિઝનેસમેને પોતાની દીકરીના લગ્ન પ્રાઈવેટ જેટમાં ચાલુ ઉડાને કરાવ્યા

તેમનું કહેવું છે કે તે હંમેશા આવા લગ્ન કરાવવા માંગતા હતા, સામે આવ્યો વીડિયો, જે જોઈને લોકો ચોંકી ગયા

Updated: Nov 27th, 2023

GS TEAM

Google News
Google News
દીકરીના લગ્ન કરાવ્યાં પ્રાઈવેટ જેટમાં એ પણ ચાલુ ઉડાને, UAEના ભારતીય બિઝનેસમેને કરી ઈચ્છા પૂરી 1 - image


Wedding in Private Jet:  સંયુક્ત આરબ અમિરાત (UAE)માં રહેતા એક ભારતીય ઉદ્યોગપતિએ પોતાની પુત્રીના લગ્ન અનોખા રીતે કરાવ્યા છે. જેની દુનિયાભરમાં ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં લોકો હિન્દી ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. તેમજ વિડીયોના અંતે વર વધૂ આ ખાસ પ્રસંગ પર લોકોનો આભાર માનતા જોઈ શકાય છે. 

લગ્નનો વીડિયો વાઈરલ 

PTI દ્વારા ટ્વીટર પર હાલ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.  જેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે યુએઈમાં રહેતા એક ભારતીય ઉદ્યોગપતિ દિલીપ પોપલએ 24 નવેમ્બર પોતાની પુત્રીના લગ્ન એક પ્રાઇવેટ જેટ બોઇંગ 747માં કર્યા હતા. જેના વીડિયોમાં લોકો ડાન્સ કરતા જોવા મળે છે. આ ઉપરાંત વીડિયોમાં પ્લેનને જે રીતે શણગારવામાં આવ્યું છે તે પણ જોવા મળે છે. તેમજ વર વધૂ તેમના પિતા અને સસરાનો આભાર વ્યક્ત કરતાં કહે છે કે તેમણે એવું વિચાર્યું પણ ન હતુ કે તેમને આ તો સારો અનુભવ થશે.

5.5 લાખ લોકો દ્વારા જોવામાં આવ્યો છે આ વીડિયો 

હાલ આ વીડિયો 5.5 લાખથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, તેમજ 700 જેટલી લાઇક્સ પણ મળી છે. ખલીજા ટાઈમ્સના અહેવાલ મુજબ, આ લગ્ન 24 નવેમ્બરે મોડિફાઈડ 747 એરક્રાફ્ટમાં થયા હતા. દુબઈથી ઓમાન ત્રણ કલાકની ફ્લાઈટમાં વર-કન્યા સાથે મહેમાનોને પણ યાત્રા કરવી પડી હતી. જે દરમ્યાન જ લગ્નનો સમારોહ યોજાયો હતો.

Tags :