Get The App

'સાવચેતી જાળવો અને સૂમસામ રસ્તા પર જવાનું ટાળો', આ દેશમાં ભારતીયો હુમલા વધતાં એડવાઇઝરી જાહેર

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
'સાવચેતી જાળવો અને સૂમસામ રસ્તા પર જવાનું ટાળો', આ દેશમાં ભારતીયો હુમલા વધતાં એડવાઇઝરી જાહેર 1 - image


India Warns Citizens In Ireland After Hate Crimes: આયર્લેન્ડમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય નાગરિકો તથા મૂળ ભારતીયો પર હુમલા વધી ગયા છે. એવામાં ડબલિન સ્થિત ભારતીય એમ્બેસીએ ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે. આટલું જ નહીં ભારતીય એમ્બેસી આયર્લેન્ડની સરકારના સંપર્કમાં પણ છે. 

ભારતીય એમ્બેસીએ એડવાઇઝરીમાં જણાવ્યું છે, કે 'તાજેતરમાં આયર્લેન્ડમાં ભારતીયો નાગરિકો પર હુમલા વધી ગયા છે. એમ્બેસી સતત આયર્લેન્ડના સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે. ભારતીય નાગરિકોને પર્સનલ સિક્યોરિટી માટે સાવચેતીના પગલાં લેવા સલાહ છે. તેમજ સુમસામ વિસ્તારોમાંથી ખાસ કરીને રાતના સમયે પસાર ન થવા અપીલ છે. ડબલિનમાં આવેલી ભારતીય એમ્બેસીએ ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ જાહેર કરી છે.

ભારતીય મૂળ આંત્રપ્રિન્યોરે લિંક્ડઈન પર આયર્લેન્ડમાં રંગભેદના થઈ રહેલા હુમલા પર પોસ્ટ કર્યા બાદ આયર્લેન્ડ સરકારે આ નોટિફિકેશન જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે, યાદવે આ પોસ્ટમાં ડબલિનમાં સ્થિત ભારતીય એમ્બેસી, વિદેશ મંત્રાલય અને આયર્લેન્ડ સરકારને ટેગ કરી હતી.



રંગભેદના નામે કર્યો હુમલો

ડો. સંતોષ યાદવે લિંક્ડઈન પર પોસ્ટ કરી હતી કે, સગીરોના એક જૂથે રંગભેદ મુદ્દે ટીપ્પણીઓ કરી માર માર્યો હતો. ઢોર માર મારતાં હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી હતી.  રાત્રે ડિનર લીધા બાદ હું મારા એપાર્ટમેન્ટ નજીક ચાલી રહ્યો હતો, તે સમયે અચાનક છ સગીરે મારા પર પાછળથી હુમલો કર્યો. તેઓએ મારા ચશ્મા ખેંચી લીધા અને તોડી નાખ્યા, બાદમાં મારા મોઢા, માથા, ગળા પર મુક્કા મારવા લાગ્યા હતાં. મને પાડીને લાતો પણ મારી હતી. હું લોહીલુહાણ થયો હતો. મારા જડબામાં ફેક્ચર થયુ હતું. દેશમાં લઘુમતિઓ પર આ પ્રકારના હિંસા અને હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. 

'સાવચેતી જાળવો અને સૂમસામ રસ્તા પર જવાનું ટાળો', આ દેશમાં ભારતીયો હુમલા વધતાં એડવાઇઝરી જાહેર 2 - image

ડબલિનમાં અન્ય એક વ્યક્તિ પર પણ હુમલો

આયર્લેન્ડની રાજધાની ડબલિનમાં એક વંશવાદી ટોળાએ 40 વર્ષીય ભારતીય પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વ્યક્તિ સાથે મારપીટ કરી તેના કપડાં ફાડી નાખ્યા હતાં. વ્યક્તિના ચહેરા, હાથ, અને પગમાં ઢોર માર મારવામાં આવતાં તે લોહીલુહાણ થયો હતો. આ ભારતીય પર બાળકો સામે અયોગ્ય વ્યવહાર કરવાનો ખોટો આરોપ મૂકી મારપીટ કરવામાં આવી હતી. જો કે, બાદમાં આયરિશ પોલીસે પીડિત વિરૂદ્ધ મૂકવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય ન મળતાં તેને ખોટા ગણાવ્યા હતાં. આ મામલે હેટ ક્રાઈમનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags :