Get The App

ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરી ડિપોર્ટ કરવા સરકારે નવી એજન્સી બનાવી, નોટિફિકેશન જાહેર

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરી ડિપોર્ટ કરવા સરકારે નવી એજન્સી બનાવી, નોટિફિકેશન જાહેર 1 - image


Immigration And Foreigners Act 2025: ભારતના ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બર, 2025ના રોજ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025ના નિયમોનું નોટિફિકેશન રજૂ કર્યું છે. જેમાં કાયદા હેઠળ કેવા નિયમો હશે, અને તેનું પાલન કેવી રીતે થશે, કઈ એજન્સી તથા સંસ્થાને આધિન રહેશે...વગેરેની સ્પષ્ટતા આપવામાં આવી છે.

ઈમિગ્રેશન ફ્રોડ માટે એજન્સીની નિમણૂક

સરકારે ઈમિગ્રેશન ફ્રોડ સંબંધિત કેસોને હેન્ડલ કરવા માટે બ્યૂરો ઓફ ઈમિગ્રેશન (BOI)ને અધિકૃત એજન્સીની નિમણૂક કરી છે. જે રાજ્યો સાથે કો-ઓર્ડિનેશનમાં વિદેશીઓની ઓળખ કરશે, દેશમાં અવરજવર પર રોક મૂકવા, ડિપોર્ટ કરવા ઉપરાંત ઈમિગ્રેશનનો ડેટાબેઝ જાળવવા પર કામ કરશે.ઉલ્લેખનીય છે કે, બ્યૂરો ઓફ ઈમિગ્રેશન અગાઉ પણ આ પ્રકારની જ કામગીરી કરતુ હતું, પરંતુ કાયદામાં તેની કોઈ નિશ્ચિત ભૂમિકા ન હતી. 

તમામ વિદેશીઓના બાયોમેટ્રિક લેવાશે

ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળ પ્રથમ વખત વિદેશીઓના બાયોમેટ્રિક ડેટા એકત્ર કરવામાં આવશે. જેમાં આધાર કાર્ડમાં જરૂરી તેવા બાયોમેટ્રિક ડેટા ફિંગરપ્રિન્ટ, આંખોનું સ્કેન વગેરે સામેલ હશે. અત્યારસુધી બાયોમેટ્રિકની જોગવાઈ અમુક વિઝા કેટેગરી સુધી સીમિત હતી. જેને ગૃહ મંત્રાલયના એક્ઝિક્યુટીવ આદેશના માધ્યમથી લાગુ કરવામાં આવતી હતી. જો કે, હવે શૈક્ષણિક સંસ્થાઓએ પણ ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસને તેમના ત્યાં અભ્યાસ કરી રહેલા તમામ વિદેશી વિદ્યાર્થીઓ વિશે સૂચિત કરવા પડશે. તેમજ વિદ્યાર્થીઓની હાજરી, શૈક્ષણિક રિપોર્ટનુ સેમેસ્ટર આધારિત સંક્ષિપ્ત વિવરણ પણ આપવું પડશે.

રિસોર્ટ, ક્લબ બંધ થઈ શકે

નવા નિયમો અનુસાર, 'અનિચ્છનીય' વિદેશીઓ મુલાકાત પર BOI કોઈપણ રિસોર્ટ, ક્લબ અથવા મનોરંજનના સ્થળને બંધ કરાવી શકે છે. જ્યાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા વિદેશીઓના આગમન પર પણ આ નિયમ લાગુ પડશે. કોઈપણ ગેરકાયદેસર સંગઠનના સભ્યો અથવા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ વસવાટ કરી રહ્યા હોય તેવા હોટલ, ક્લબ, રિસોર્ટને સીલ કરવામાં આવશે. તેમાં એકવાર બંધ થઈ ગયા પછી તેના માલિક પરવાનગી વિના અન્ય કોઈ નવી હોટલ, ક્લબ અથવા તેના જેવી કોઈ સુવિધા શરૂ કરી શકશે નહીં. આ ઉપરાંત, એરલાઇન કંપનીઓ અને વિદેશ જતાં જહાજોએ પણ વિમાન અથવા જહાજ રવાના થયા પછી BOIને તમામ મુસાફરો અને ક્રૂ વિશે માહિતી આપવાની રહેશે. નવા નિયમો હેઠળ, આ કાર્યો માટે એક ઇમિગ્રેશન અધિકારીની નિમણૂક કરવામાં આવશે, જે ગુપ્તચર બ્યુરોનો અધિકારી હશે.

ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરી ડિપોર્ટ કરવા સરકારે નવી એજન્સી બનાવી, નોટિફિકેશન જાહેર 2 - image

Tags :