Get The App

H1B વિઝા એક 'સ્કેમ', તાત્કાલિક ધોરણે સુધારાની જરૂરઃ USના કોમર્સ સેક્રેટરીના નિવેદનથી ખળભળાટ

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
H1B વિઝા એક 'સ્કેમ', તાત્કાલિક ધોરણે સુધારાની જરૂરઃ USના કોમર્સ સેક્રેટરીના નિવેદનથી ખળભળાટ 1 - image

H1B Visa: H1-B વિઝા સિસ્ટમને 'કૌભાંડ' ગણાવતા અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે મોટી જાહેરાત કરી છે કે, અમે એચ1બી વિઝાની પ્રક્રિયામાં ફેરફાર કરવા જઈ રહ્યા છે કારણ કે તેમાં મોટાપાયે કૌભાંડ થઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર યુનાઇટેડ સ્ટેટ્સની H-1B વિઝા અને ગ્રીન કાર્ડ સિસ્ટમમાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. જે વેતન-આધારિત ઇમિગ્રેશન અને મેરિટ-આધારિત પસંદગી તરફના પરિવર્તનનો સંકેત આપે છે.

લુટનિકે સોમવારે કહ્યું હતું કે એચ1બી વિઝામાં પ્રસ્તાવિત સુધારાઓ સામેલ છે, જેમાં વર્તમાન લોટરી-આધારિત સિસ્ટમને વધુ પસંદગીયુક્ત મોડલ બદલવાનો છે. અમે ગ્રીન કાર્ડ બદલવા જઈ રહ્યા છીએ. અમેરિકાનો નાગરિક દર વર્ષે 75,000 ડૉલરની કમાણી કરે છે, જ્યારે સરેરાશ ગ્રીન કાર્ડ અરજદારો દર વર્ષે 66,000 ડૉલર કમાય છે.

વિઝામાં મોટા ફેરફારોનું કારણ

પ્રસ્તાવિત ફેરફારોમાં H-1B લોટરી સિસ્ટમને દૂર કરવાનો અને વેતન-આધારિત ફાળવણી રજૂ કરવાનો ઉદ્દેશ છે, જેનો ડ્રાફ્ટ નિયમ આ મહિનાની શરુઆતમાં યુએસ ઑફિસ ઑફ ઇન્ફર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. હાલમાં ટેક ઉદ્યોગ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા H-1B પ્રોગ્રામમાં વાર્ષિક 85,000 વિઝાની મર્યાદા છે. દરવર્ષે રેન્ડમ લોટરી નક્કી કરે છે કે કયા નોકરીદાતાને એચ1બી વિઝા  મળશે. 2021માં, ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટી (DHS) એ ચાર સ્તરોમાં વિભાજિત વેતન સ્તરના આધારે H-1B સ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પણ વાંચોઃ BIG NEWS | કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજવા દાવેદારી કરાશે, મોદી કેબિનેટની મંજૂરી

વિઝામાં થઈ હતી આ ભલામણો

DHS એ રેન્ડમ પસંદગીને વેતન-પ્રાથમિકતા સિસ્ટમ સાથે બદલવાનો પ્રયાસ કર્યો હતો. પ્રસ્તાવિત નિયમ ઓફર કરેલા વેતનના આધારે અરજીઓને ક્રમ આપશે, જે ચાર સ્તરોમાં વિભાજિત થશે, ઉચ્ચ પગારવાળી નોકરીઓને પ્રાથમિકતા આપશે. આ પ્રયાસ વહીવટીતંત્રની "બાય અમેરિકન, હાયર અમેરિકન" નીતિનો એક ભાગ હતો જેથી H-1B વિઝા ઉચ્ચ કુશળ અને સારી રીતે વળતર મેળવતા વિદેશી કામદારોને પસંદ કરવામાં આવે. જોકે, તેના નોંધપાત્ર વિરોધ બાદ પૂર્વ બાઇડેન સરકારે 2021માં આ નિયમ પાછો ખેંચી લીધો હતો. આ નિર્ણય વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરવાની ભીતિ સાથે લોકોએ ટીકા કરી હતી. 

ટ્રમ્પનો એચ1બી વિઝા માટે વિરોધ

ફેડરલ કોર્ટ દ્વારા અગાઉ વેતન વધારવા અને લાયકાત ધરાવતા H-1B નોકરીની શ્રેણીઓને પ્રતિબંધિત કરવાના પ્રયાસોને અટકાવવામાં આવ્યા હતા. તાજેતરની મંજૂરી સૂચવે છે કે સરકાર H-1B વિઝા ફાળવણી પ્રક્રિયામાં ફેરફારો માટે ફરીથી દબાણ કરી શકે છે. ટ્રમ્પે વારંવાર એચ1બી વિઝા પ્રોગ્રામની ટીકા કરી છે. તેમણે દલીલ કરી છે કે તેનો ઉપયોગ ઘણીવાર અમેરિકન કામદારોના ભોગે સસ્તા વિદેશી મજૂર લાવવા માટે થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે કેટલીક કંપનીઓએ યુએસ કર્મચારીઓને ઓછા પગારવાળા વિદેશી કામદારો સાથે બદલવા માટે આ પ્રોગ્રામનો દુરુપયોગ કરે છે. 

H1B વિઝા એક 'સ્કેમ', તાત્કાલિક ધોરણે સુધારાની જરૂરઃ USના કોમર્સ સેક્રેટરીના નિવેદનથી ખળભળાટ 2 - image